“જૂનાગઢ સંગ્રહાલયમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન”

જૂનાગઢ, 05 મે 2025:
આગામી 18 મે 2025 ના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ની ઉજવણી નિમિત્તે જૂનાગઢ મ્યુઝિયમ દ્વારા વિશેષ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધા પુરાતત્વ નિયામક, સંગ્રહાલય વિભાગ, ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જૂનાગઢ મ્યુઝિયમના સહયોગથી આયોજિત છે.

વિશેષ ચિત્ર સ્પર્ધા સંગ્રહાલયના નમુનાઓના આધારે કરવી રહેશે, જેમાં સ્પર્ધકોએ પોતાના કલાત્મક કુશળતાનો પ્રદર્શન કરવો રહેશે.
આ સ્પર્ધામાં ત્રણ વય જૂથો માટે સ્પર્ધા યોજવામાં આવશે:

  1. 5 થી 10 વર્ષ
  2. 11 થી 18 વર્ષ
  3. 19 વર્ષ અને ઉપર

સ્પર્ધા 18 મે, સાંજે 11:30 થી 1:00 વાગ્યાના સમયગાળામાં સંગ્રહાલય પરિસર, તાજ મંજીલ, જૂનાગઢ ખાતે યોજાશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે તમામ જરૂરી સામગ્રી – કાર્ડ, કાર્ડ પેપર, પેન્સિલ, રબર, કલર વગેરે – સંગ્રહાલય દ્વારા પુરું પાડવામાં આવશે.
આ ઉપરાંત, સ્પર્ધકોએ સુશોભન માટે જરૂરિયાત પ્રમાણે સામગ્રી આપવી પડશે.

રજીસ્ટ્રેશન માટે:
સ્પર્ધામાં ભાગ લેવા માટે ગૂગલ ફોર્મ ભરવું ફરજિયાત છે, જે 15 મે 2025 સુધી કરવું પડશે. આ માટે કોઈ ફી નથી.
વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે, junagadhmuseum@gujarat.gov.in પર ઈમેલ અથવા 8320082742 પર ફોન કરી સંપર્ક કરી શકાય છે.

સ્પર્ધાના પરિણામ અને ઇનામ વિતરણ 25 મી મે 2025 ના રોજ વિશેષ કાર્યક્રમ માં કરવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ