
જૂનાગઢ, તા. ૬ મે ૨૦૨૫:
આગામી તા. ૧૮ મે – આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલય ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે “હોદ્દા પાલખી”ના ઇતિહાસ અને સંગ્રહ અંગે વિશેષ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ પર આધારીત વાર્તાલાપ યોજાશે.
કાર્યક્રમની વિગતો:
- તારીખ: ૧૮મી મે ૨૦૨૫
- સમય: બપોરે ૨:૩૦ વાગ્યે
- સ્થળ: સંગ્રહાલય પરિસર, તાજ મંજીલ, જૂનાગઢ
- વિષય: હોદ્દા પાલખી – સાંસ્કૃતિક વારસો અને ઐતિહાસિક મહત્વ
- આયોજન: પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જૂનાગઢ મ્યુઝિયમ દ્વારા
આ કાર્યક્રમ જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે નીચેના સંપર્ક વિવરણો ઉપલબ્ધ છે:
📧 ઈમેઇલ: junagadhmuseum@gujarat.gov.in
📞 ફોન: ૮૩૨૦૦ ૮૨૭૪૨
સંગ્રહાલયનાં ક્યૂરેટર ડો. શેફાલિકા અવસ્થીએ જાહેર યાદીમાં જનતાને કાર્યક્રમમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.
અહેવાલ :– નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ