જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં આવતી કાલે નાગપંચમીની ઉજવણી થશે.

જુનાગઢ

જુનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં આવતીકાલે ૨૫/૭/૨૪ ને ગુરૂવારે નાગપંચમી ની ભાવભેર ઉજવણી થશે.આ નાગપંચમીનો તહેવાર ખાસ કરીને રઘુવંશી લોહાણા સમાજ ના પરિવારો દ્વારા ઉજવવામા આવેછે, ગુરૂવારે નાગપંચમીના દિવસે જુનાગઢ શહેરમા આવેલા નાગદેવતા ના સ્થાનકે રઘુવંશી લોહાણા સમાજ ના બહેનો, માતાઓ દ્વારા જ્ઞાતિ ના ગોરાણીમા ના માર્ગદર્શન મૂજબ નાગદેવતાનુ પૂજન કરવામા આવેછે અને નાગદેવતાને નાગલા, ચણા, મગ, બાજરી, ફણગાવેલા ધરવામા આવે છે તેમજ શ્રીફળ નો પ્રસાદ ધરી પોતાના પરિવાર તેમજ વિશ્વનાં કલ્યાણ ની કામના કરવામા આવે છે.

દર વર્ષે જૂનાગઢ શહેરમા નાગપંચમી ની ભાવભેર ઉજવણી કરાય છે જેમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ જલારામ ભકિત ધામ મંદિર ખાતે પણ નાગપંચમી ની ભાવભેર ઉજવણી કરવામા આવે છે.ત્યારે કેશોદ જલારામ મંદિર ખાતે પણ નાગ પંચમ ની ભાવ ભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે કેશોદ જલારામ મંદિર ના ટ્રસ્ટી શ્રી રમેશ ભાઈ રતનધાયરા દ્વારા જણાવાયું છે કે સમસ્ત લોહાણા સમાજ ની બહેનો ઉજવણી માટે પધારવા ભાવ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)