જૂનાગઢ, તા. ૨૮ મે:
જુનાગઢમાં સાઇબર ક્રાઇમના એક મહત્વપૂર્ણ કેસમાં આરોપી વિશાલ ભાઈલાલભાઈ વાણંદને જામીન મળ્યો છે.
મામલો એવો છે કે, સાયબર ક્રાઇમના આરોપીએ ઇમેલ આઈડી હેક કરીને આશરે રૂપિયા ૧,૭૪,૦૦,૦૦૦ ની ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે ૧૩ મેઈ ૨૦૨૫ ના રોજ જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા આ કેસમાં આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.ની કલમ 170, 406, 420, 465, 468, 471, 120(બી) અને આઇ.ટી. એક્ટ કલમ 43(a), 66(c), 66(d) હેઠળ ગુનો નોંધાયો હતો.
પોલીસે આરોપીને પહેલા ત્રણ દિવસ માટે રિમાન્ડ પર લીધો હતો અને ત્યારબાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
જૂનાગઢ એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપી તરફથી વકીલ શ્રી જી.જે. માકડીયાએ હાઇકોર્ટના પૂર્વ ચુકાદા અંગે દલીલો રજૂ કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી વિશાલ ભાઈલાલભાઈ વાણંદને ૧૫,૦૦૦ રુપિયાના જામીન પર મુક્ત કરવાનો હુકમ આપ્યો છે.
આ જમણી કાયદા મુજબ લેવામાં આવેલી મહત્વપૂર્ણ કાર્યવાહી છે અને સાઇબર ક્રાઇમના કેસોમાં ન્યાયની પારદર્શિતા અને યોગ્ય કાર્યવાહી માટે આ પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી રહી છે.
અહેવાલ: જગદીશ યાદવ, જુનાગઢ