નાગરીકોને અલગ અલગ બહાના બતાવી તેમના બેંક એકાઉન્ટો મેળવી તે બેંક એકાઉન્ટોનો ઉપયોગ સાયબર ફ્રોડમાં કરી તે બેંક એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરાવી આંગડીયા /હવાલા મારફતે દેશના અલગ અલગ રાજ્યો માં મોકલી નાણાની હેરફેર કરતી આંતરરાજ્ય સાયબર ક્રિમીનલોની ગેંગને પકડી પાડતી સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ, જુનાગઢ પોલીસહાલમાં ભારત દેશમાં છેલ્લાં ઘણાં સમયથી સાયબર ક્રાઇમ કરનારા અપરાધીઓ દ્વારા અલગ અલગ મોડ્સ ઓપરેીથી નાગરીકોને અલગ અલગ બહાના બતાવી તેમના બેંક એકાઉન્ટો વિગત મેળવી તેનો સાયબર ક્રાઇમના ગુન્હાને અંજામ આપવાનું કામ ચાલુ હોય અને આવી એક ગેંગ જુનાગઢ રેન્જ વિસ્તારમાં સક્રીય થયેલ હોવાનું ખાનગી બાતમીરાહે જણાય આવેલ હોય તે બાબતે જુનાગઢ રેન્જ, જુનાગઢના પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ દ્રારા આવા ક્રાઇમને અટકાવવાની સક્રિય કામગીરી કરવા સુચના મળતા, આવા સાયબર ફ્રોડના બનાવો રોકવા અને સાયબર ક્રિમીનલોને પકડી સાયબર ક્રાઇમ રોકવા માટેસાયબર પોલીસ સ્ટેશન,જુનાગઢ રેન્જ,જુનાગઢ ના પોલીસ ઇન્સપેકટર સી.વી.નાયક તથા તેમની ટીમ દ્રારા આ બાબતે સતત વોચ રાખવામાં આવતી હતી જે દરમ્યાન એક અરજદાર તરફથી ઉપરોકત બાબતની અરજી મળતા તાત્કાલીક તેઓની ફરીયાદ ગુ.ર.નં. ૧૧૨૦૩૦૭૧૨૪૦૦૧૯/૨૪ આઇ.પી.સી.કલમ-૪૨૦,૧૧૪ તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબ તા.૧૩/૧૨/૨૦૨૪ થી નોંધી આ કામેકુલ૮ આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં અલગ અલગ કુલ-૨૦૦ જેટલા બેંક એકાઉન્ટોની સંડોવણી પ્રાથમિક રીતે ખુલી આવેલ અને હાલમાં કુલ૮૨ બેંક એકાઉવિરૂધ્ધ આખા દેશમાં NCCRP પોર્ટલ પર કુલ-૧૫૨ ઓનલાઇન કંપ્લેઇન નોંધાયેલ છે.જે પૈકી કુલ-૪૨ બેંક એકાઉન્ટોમાં રૂ.૫૦,૦૦,૩૨,૩૭૬ /– (પચાસ કરોડ,બત્રીસ હજાર ત્રણસો,છાસઠ) નું સાયબર ફ્રોડ કરેલ છે.તે બાબતની હકિકત મળેલ છે અને બીજા બેંક એકાઉન્ટ્સની વિગત મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે.પકડાયેલ આરોપીઓ:-(૧) અભિષેક ઉર્ફે અભી શાંતીલાલ માથુકીયા (પટેલ) ઉ.વ.૨૮, ધંધો.વેપાર રહે. મુળ સમઢીયાળા તા.મેંદરડા,જી.જુનાગઢ,હાલ અમદાવાદ ન્યુ રાણીપ, જી.એસ. ટી.બ્રીજ, દિગવિજય નગર, સનરીયલ હોમ્સ એલ-૪૦૧, મો.નં.૭૮૭૪૧૫૭૯૦૬(૨) સચિન ઉર્ફે ભોલો ગોવિંદભાઇ વોરા (લેઉવા પટેલ) ઉ.વ.૨૮, ધંધો.વેપાર રહે. મુળદાદગીર,તા.વિશાવદર,જી.જુનાગઢ,હાલઅમદાવાદ,ન્યુ રાણીપ,જી.એસ.ટી.બ્રીજ,દિગવિજ્ય નગર,સનરીયલ હોમ્સ ઓ/ ૧-૧૦૪,મો.નં.૯૮૯૮૪૫૩૪૨૮,૭૦૧૬૭૯૩૧૫૧(૩) આર્યન ઉર્ફે દાતાર મહેબુબભાઇ પઠાણ (મુસ્લીમ) ઉ.વ.૨૩,ધંધો.વેપાર રહે.દાતારરોડ, દાતાર બાપુની દરગાહ સામે, “ જન્નત “,જુનાગઢ મો.નં.૯૦૩૩૯૪૪૫૪૨,૮૨૩૮૮૦૦૩૧૩(૪) ધર્મેશ હરસુખભાઇ ગોહેલ (સોરડીયા રજપુત),ઉ.વ.૨૭, ધંધો.પ્રા.નોકરી (સેલ્સમેન) રહે.મધુરમ,ત્રીલોકનગર,અક્ષર રેસીડન્સી–૨,ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર ની સામે,જુનાગઢ મો.૭૪૯૦૦૬૭૮૧૨(૫) સતિષ દેવરાજભાઇ કરમટા (રબારી) ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.લીરબાઇ પરા,ગાંધીગ્રામ, જુનાગઢ મો.નં.૭૩૮૩૬૯૪૦૮૯(૬) અબ્દુલકરીમ હશનભાઇ જેઠવા(મુસ્લીમ) ઉ.વ.૩૨ ધંધો.વેપાર,રહે.જુનાગઢ,જુની સીવીલ હોસ્પિટલની સામે, હેઠાણફળીયા,પાડાવાળા ચોક, અચુભાઇ બગીવાળાની બાજુમાં મો.નં.૮૦૦૦૬૨૭૫૫૫.(૭) આશીફ રહીમભાઇ બેલીમ(મુસ્લીમ) ઉ.વ.૩૩, ધંધો.રિ.ડ્રા. રહે, હેઠાણ ફળીયા, જુના સરકારી હોસ્પીટલની સામે, ખોજાવાડ, ગરબીચોક પાસે, જુનાગઢ મો.નં.૭૩૫૫૧૫૧૪૫૦, ૭૫૭૫૦૭૫૩૧૧(૮) નયાનાબેન ડો/ઓ ઇન્ટ્રવદનભાઇ દેવીજીભાઇ ટાંક (કડીયા કુંભાર) ઉ.વ.૪૬, ધંધો.ઘરકામ રહે.જુનાગઢ, જવાહર રોડ, સ્વામી મંદિરની બાજુમાં, મીરા એપાર્ટમેની બાજુની ગલીમાં, મો.નં.૭૩૫૨૩૨૫૦૦૩પકડવાના બાકી આરોપીઓ:-આ કામે ગુજરાત રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંઠોવણી બહાર આવેલ છે જે બાબતે તપાસ ચાલુ છે.જાહેર જનતા જોગ સુચના:-આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે જે કોઇ લોકોએ આ આરોપીઓને પોતાના બેંક એકાઉન્ આપેલ હોય અને નાણાની હેરફેર કરેલ હોય પરંતુ અત્રે જાણ કરવા આવેલ નથી તેમને સુચના કરવામાં આવે છે કે જો તેઓ આ બાબતે અત્રે જાણ નહીં કરે તો તેમના વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-શ્રી સી.વી.નાયક, પોલીસ ઇન્સ્પેકટર, શ્રી.વી.એમ.જોટાણીયા પોલીસ વાયરલેસ ઇન્સ્પેકટર શ્રી એન.એ.જોષી પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટરશ્રી બી.ડી.માવદીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર, શ્રીમતિ બી.આર.જોગલ,પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેકટર, એ.એસ.આઇ. ગીરુભા વાઘેલા, સંજ્યભાઇ કોઠીવાર,ઝમીરભાઇ બ્લોચ,પિયુષભાઇ ચાવડા,ટી.ઓ. વિશાલ જોષી,રવી ગોહેલ,હેમંત સોંદરવા, તથા પો.હેડ કોન્સ. નીલેશભાઇ પરમાર,ભરતભાઇ ચાવડા,જિતેન્દ્ર બાવરીયા,ભનુભાઇ ઓડેદરા તથા પો.કોન્સ. કેતન મકવાણા, અરવીંદભાઇ વાવેચા,મહેશભાઇ સોંદરવા,મુળુભાઇ ખટાણા,ગીગાભાઇ કાગડા,અરવીંદભાઇ સોલંકી તથા વુ.પો.કોન્સ. શબનમ શેખ, અસ્મિતા મોકરીયા વિ.સ્ટાફ.ઉપરોકત ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ બેંક એકાઉન્ટો અને ગયેલ રકમની માહિતી મેળવી વધુ આઉટ ઓફ ગુજરાત ના આરોપીઓ ને પકડવા ચક્રો ગતિ મન કરવામાં આવેલ છે
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)