જૂનાગઢ
જૂનાગઢ જી.એમ.ઇ.આર. એસ. જનરલ હોસ્પિટલ તેમજ જિલ્લા ઓર્ગન ડોનેશન કમિટી, જુનાગઢ અને ગાયત્રી શક્તિપીઠ તેમજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે તા.16/6/24 ના રોજ યોજાયો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના અંગદાન કાર્ય સાથે સંકળાયેલ શ્રી દિલીપભાઇ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા તેઓશ્રીએ અધ્યક્ષિય ઉદબોધનમા જણાવ્યું હતું કે જીવન અને સંબંધોમાં પ્રેમ મહત્વ નો ભાગ ભજવે છે. જો પ્રેમ ના હોય તો જીવનમાં હાસ્ય અને ખુશીની અનુભૂતિ અશક્ય હોય છે. એવી રીતે અંગો શરીરમાં થતી ક્રિયાઆનો આધાર સ્તંભ છે. અંગદાન એટલે જ્યારે એક વ્યક્તિનું અંગ બીજામાં રિપ્લેસ કરવામાં આવે છે તો બીજા વ્યક્તિને નવું જીવનદાન પ્રાપ્ત થાય છે. તેથી વ્યક્તિને પુનર્જન્મ મળે છે . અંગોના દાતા અંગ પ્રત્યારોપણ કરનાર વ્યક્તિના જીવનમાં ભગવાનની ભૂમિકા ભજવે છે. આજના દિવસ નિમેતે દરેક મનુષ્યએ જીવનમાં અંગદાન નું પ્રણ લેવું જોઇયે. કારણ કે, અંગદાન એ મહાદાન કહેવાય છે. જો મનુષય જીવન દરમ્યાન એક એક અંગ દાન કરે તો ઘણા લોકોના જીવ બચાવી શકે છે. સાથે સાથે એવું જીવન પણ જીવવુ જોઈએ કે અંગદાનની પોતાને ક્યારેય જરૂર ના રહે, વ્યસન મુક્ત ભારત રોગમુક્ત ભારત ની પરિકલ્પના તેમણે રજૂ કરી હતી.
આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન કરતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિએ ઉપસ્થીતો ને સંબોધતા જણાવ્યું હતું કે ભારત માં ૧૯૬૭ કેઈએમ હોસ્પિટલ બોમ્બે ખાતે સૌ પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી. ૧૯૪૪ માં દિલ્લી એમ્સ ખાતે હ્રદય ટ્રાન્સપ્લાન્ટ થયેલું હતું ૧૯૯૫ માં મલ્ટિ ઓર્ગન એપોલો ચેન્નઈ હોસ્પિટલ ખાતે થયું હતું . ૧૯૯૮ માં મદ્રાસ હોસ્પિટલ ખાતે ફેફસા ટ્રાન્સપ્લાન્ટ થયું અને ૧૯૯૯ માં અમદાવાદ ખાતે સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ હતું.
આ જાગૃતિ કાર્યક્રમમાં અંગદાતા વાલ્મીકિ પરિવારના દિવંગત ઊર્મિલાબેન ઝાલાનાં પરિવારના સભ્યો અને સિવિલ સોસાયટીના સભ્યોના તેમની પ્રેરણા અને સમર્પણ, યોગદાનની પ્રશંસા કરતા ડો. ત્રિવેદીએ આ ઉમદા સેવાને પ્રોત્સાહન આપવા અને માનવજાતની સેવા માટે અન્ય લોકોને પણ તેમના અંગોનું દાન કરવા પ્રોત્સાહિત કરવા હિમાયત કરી જણાવ્યુ કે જીવનમા અંગોનું દાન કરવું મહત્વ છે તેના થકી મનુષ્ય બીજા મનુષ્યને જીવનદાન આપે છે. ગિરનાર ભૂમિમાં થતા સત્કાર્યનું ફળ ઈશ્વર દશ ગણું પરત કરે છે, અંગદાન કરવાથી કોઈનું જીવન બચશે, વાલ્મિકી સમાજે અંગદાન થકી જૂનાગઢને પ્રેરણા સંદેશો પૂરો પાડ્યો છે, સાથે દિવંગત ઊર્મિલાબેને પ્રથમ ઓર્ગન ડોનર તરીકે કાયમ માટે લોકોના હૃદયમાં સ્થાન હાસલ કર્યું છે, પ્રત્યેક વ્યક્તિ એટલો જ નિર્ણય કરે કે સમાજ હિત માટે હું શું કરી શકું? બસ આ ભાવથી થયેલ નિર્ણય સારો અંજામ અર્પણ કરી જાય છે. આજના કાર્યક્રમ થકી અંગદાન કરનાર પરિવારને પ્રોત્સાહન તો મળે જ છે પણ સાથે સમાજ વ્યવસ્થામાં પ્રેરણા નો સંદેશો પણ વહે છે. માધ્યમ કર્મીઓએ ઉર્મિલાબેન ઝાલાના પરિવાર દ્વારા અંગદાન ની થયેલ પહેલના નિર્ણય અંગે હકારાત્મક વિચાર ની સ્ટોરી તૈયાર કરી લોકોને પ્રેરણા સંદેશો પૂરો પાડવા માટે સહયોગી બનવું જોઈએ.
કાર્યક્રમમાં ભવનાથ તિર્થક્ષેત્ર મા સેવાની સુવાસ પ્રસરાવનાર ગાયત્રી શક્તિપીઠનાશ્રી નાગદાનભાઇ વાળાએ અંગદાતા દિવંગત ઉર્મિલાબેન ઝાલાના પરિવારજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પરિવારના આપ્તજનની અણધારી વિદાયના દુઃખદ સમયે અંગદાનનો નિર્ણય કરવો કઠિન હોય છે, ત્યારે ઝાલા પરિવારે બીજાની જિંદગીમાં ઊજાશ ફેલાય તેવા નિર્ણય સાથે ઉર્મિલાબેન ના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો તે સરાહનીય છે, પ્રેરણા સભર પણ છે,
આ તકે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત ધારાશાસ્ત્રીશ્રી કિરીટભાઈ સંઘવી, સાહિત્યકાર અમુદાનભાઇ ગઢવી સહીત મહાનુભાવોએ પ્રાસંગિક વાતમા પોતાનો સુર પુરાવી જણાવ્યું હતું કે અંગદાન થી લોકોને નવું જીવન મળે છે , બીજાને મદદ થાય છે. લોકોને રીબર્થ ની અનુભૂતિ થાય છે અને સંસાર સતત આગળ વધે છે. જીવનમાં કંઈ મફત નથી મળતું પણ જો મનુષય ધારે તો નવું જીવન પોતાના થકી બીજાને આપી શકે છે. અંગ દાન બે પ્રકાર ના હોય છે જેમાં પહેલું છે શરીરના અંગો નું દાન અને બીજા ક્રમે આવે પેશીયો નું દાન જેમાં ચામડી, કોરનેય, બોન મરરો, હાર્ટ વલવેસ જેવી પેશિયો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. જ્યારે એક વ્યક્તિ પોતાનું એક અંગદાન કરે ત્યારે ૮ જીવનું પુન: નિર્માણ થાય છે. દરેક વ્યક્તિ ૮ અંગો દાન આપી શકે છે. જેમાં ૨-કિડની, હ્રદય, ૨-ફેફસા, લિવર, આંતરડા, સ્વાદુપિંડ, યકૃત અંગોનું દાન કરી શકે …