જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા પોલીસ તંત્ર સતત કાર્યરત છે. તાજેતરમાં શહેરના વંથલી રોડ ખાતે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમોને જુગારના સાહિત્ય અને રોકડ રૂ. ૨૦,૬૯૦ સહિત કુલ રૂપિયા ૧,૪૦,૬૯૦ના મુદ્દામાલ સાથે “સી” ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે.
આ મહત્વની કાર્યવાહી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ અને જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
“સી” ડિવિઝનના પ્રભારી પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.સાવજ તથા તેમની ટીમ દ્વારા પ્રાપ્ત બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન વિશ્વકર્મા સોસાયટીમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં ૭ ઇસમો ગંજીપત્તાનો હાર-જીતનો જુગાર રમતા ઝડપાયા હતા. ઘટનાસ્થળેથી જુગારના પત્તા, રોકડ નગદ અને કુલ ૮ મોબાઇલ ફોન મળી કુલ ૧,૪૦,૬૯૦ રૂપિયાનું સાહિત્ય કબ્જે કરાયું છે.
કબજે કરાયેલા મુદ્દામાલમાં સામેલ છે:
જુદા-જુદા દરની ચલણી નોટો: રૂ. ૨૦,૬૯૦/-
ગંજીપત્તાના પાના: ૫૨
પાથરણું: ૧ નંગ
મોબાઇલ ફોન: ૮ (કિંમત અંદાજે રૂ. ૧,૨૦,૦૦૦)
પકડાયેલા આરોપીઓના નામ:
હરેશભાઇ અરવિંદભાઇ ડોકલ (ઉ.વ. 26)
સાવન અરુણભાઇ મણવર (ઉ.વ. 48)
મેણસીભાઇ સરમનભાઇ મોકરીયા (ઉ.વ. 55)
જીતેન્દ્ર રામશીભાઇ પરમાર (ઉ.વ. 53)
હાર્દિક કિશોરભાઇ વાઘેલા (ઉ.વ. 30)
કરણ કાનજીભાઇ ડાભી (ઉ.વ. 25)
કિશોરભાઇ વલ્લભભાઇ ગોહેલ (ઉ.વ. 25)
આ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટાફ:
પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.સાવજ, પો.હેડ કોન્સ. પી.જે. વાળા, કે.ડી. ઝણકાત, પો.કોન્સ. દિલીપ ડાંગર, દિનેશ જીલડીયા, મનીષ હુંબલ, સંજયસિંહ ચૌહાણ, મનહર ટાંક, અજયકુમાર આશનદાસ, મહિલા પો.કોન્સ. હેતલબેન મોરી અને ડ્રાઇવિંગ સ્ટાફ આર.કે. હરીયાણી.
પોલીસે આરોપીઓ સામે જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ