
જૂનાગઢ, તા. ૫: જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગાંધીગ્રામના લિરબાઇ પરા ફાટક પાસે એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની કુલ ૨૧૪૨ બોટલો ઝડપી પકડી પડવામાં આવી છે. પકડાયેલ દારૂની કિંમત ₹૩,૪૫,૫૬૪ જેટલી છે, જ્યારે દારૂ છુપાવામાં ઉપયોગમાં લેવાયેલ **મારુતિ ઈકો કાર (રજી. નં. GJ-01-KS-7163)**ની કિંમત ₹૩,૫૦,૦૦૦ જમા થઈ કુલ ₹૬,૯૫,૫૬૪/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી મ્હે. IGP નિલેશ જાજડીયા, જૂનાગઢ I/C SP ભગીરથસિંહ જાડેજા તથા DSP હિતેષ ધાંધલ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. સાવજ અને તેમની ટીમ દ્વારા બાતમીના આધારે હાથ ધરાઈ હતી.
ફરાર આરોપીનું નામ:
- કરણ સાંગાભાઇ ગરચર રબારી
- રહે. ગાંધીગ્રામ, લિરબાઇ પરા ફાટક પાસે, જૂનાગઢ
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
- ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની બોટલ – નં. ૨૧૪૨, કિંમત: ₹૩,૪૫,૫૬૪/-
- કાર મારુતિ ઈકો (GJ-01-KS-7163) – કિંમત: ₹૩,૫૦,૦૦૦/- કુલ કિંમત: ₹૬,૯૫,૫૬૪/-
કાર્યવાહી કરનાર પોલીસ ટીમ:
- પો. ઇન્સ્પેક્ટર વી.જે. સાવજ
- પો. હેડ કોન્સ. પી.જે. વાળા, કે.ડી. ઝણકાત, વિ.ડી. ડોડીયા
- પો. કોન્સ. દિલીપ ડાંગર, દિનેશ જીલડીયા, મનીષ હુંબલ, સંજય ચૌહાણ
- ડ્રાઇવર પો. હેડ કોન્સ. આર.કે. હરીયાણી
આ ઘટના સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ, પોલીસે હવે ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ