સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખોરાસામાં સગર્ભા માતાઓ માટે વિશેષ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા બહેનોની આરોગ્ય સ્થિતિની તપાસ અને યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડવું હતું.
મહત્વપૂર્ણ વિગતો:
જૂનાગઢના સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ. સંજય બારીયા દ્વારા 85 સગર્ભા બહેનોનું સ્ક્રીનિંગ અને પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી.
સગર્ભાવસ્થા દરમિયાન અપનાવવાની જરૂરી કાળજીઓ અંગે માહિતી આપી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોરસાના મેડિકલ ઓફિસર ડૉ. દીપક વાઢેર દ્વારા સગર્ભા બહેનોને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.
125 જેટલી તરુણીઓનું હિમોગ્લોબીન, વજન, ઊંચાઈ અને આરોગ્ય તપાસ કરવામાં આવી.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
આ કેમ્પ દ્વારા સગર્ભા બહેનોને તેમના અને બાળકના આરોગ્ય અંગે સચોટ જાણકારી અને યોગ્ય સહાયતા મળી.
ઉપસ્થિતિ:
આ કેમ્પ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જુનાગઢ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડાભી ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં આરોગ્ય સ્ટાફ અને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓનો સહયોગ લ્હાયો હતો.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ