જૂનાગઢ હિત રક્ષક સમિતિની મંગળવારે જાહેર બેઠક

જૂનાગઢ શહેરના પ્રબુદ્ધ નાગરિકો ની એક બેઠક તા.૨૮મી જાન્યુઆરીને મંગળવારના રોજ સાંજે ૬ વાગ્યે ચેમ્બર ઓફ કોમર્સ હોલ, જયશ્રી રોડ, જૂનાગઢ ખાતે મળનારી બેઠકમાં વોકળા કાંઠા ના દબાણો હટાવવા મામલે હાઇકોર્ટ એ કરેલા હુકમ અંગે જનતા ના સમર્થન માટે ઉપરાંત માં આ બેઠકમાં મહાનગરપાલિકા ની ચુંટણી લડવા ડોક્ટર, એન્જિનિયર, એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ખરા સમાજસેવક જેવા પ્રતિષ્ઠિત લોકો ને આગળ આવી ને ચુંટણી લડવા અને મહાનગરપાલિકાનો સ્વચ્છ વહિવટ જનતાને આપવા અનુરોધ કરશે તેમ જાણવા મળ્યું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)