જૂનાગઢમાં નશીલા પદાર્થો વિરુદ્ધ સતત અભિયાન હેઠળ SOG ટીમે એક વધુ સફળતા મેળવી છે. શહેર બીડીવી પોલીસ સ્ટેશનના જાણવા જોગ ક્રમાંક ૦૬/૨૦૨૫ના કામે કબ્જે કરાયેલ પદાર્થનું એફ.એસ.એલ પરીક્ષણ પોઝિટીવ આવતા તેમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું છે.
આ બાબતને આધારે એસ.ઓ.જી. દ્વારા તપાસ હાથ ધરતા આરોપી **વસીમ ઇકબાલભાઇ ખત્રી (ઉંમર ૪૧, રહે. નવાપરા લાઇન, જેલ રોડ, જૂનાગઢ)**ને શોધી કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બનાવની વિગત :
તા. ૧૦/૦૬/૨૦૨૫ના રોજ SOG ટીમે ખાનગી બાતમી આધારે ઝાંઝરડા રોડ પાસે રેલ્વે પાટા પાસે તપાસ કરી.
દરમિયાન એક શખ્સ પાસેથી ૩ ગ્રામ શંકાસ્પદ બ્રાઉન પાવડર કબ્જે લેવાયું.
પ્રાથમિક પરીક્ષણ સકારાત્મક ન મળતા એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે નમૂના મોકલાયા.
એફ.એસ.એલ. રિપોર્ટમાં પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) હોવાનું જણાયું.
કબ્જે કરાયેલ મુદામાલ :
મેફેડ્રોન ડ્રગ્સ : ૩ ગ્રામ (કિંમત રૂ. ૩૦,૦૦૦)
મોબાઈલ ફોન : ૧ (કિંમત રૂ. ૫,૦૦૦)
➡️ કુલ મુદામાલ : રૂ. ૩૫,૦૦૦
કામગીરી કરનાર પોલીસ અધિકારી/સ્ટાફ :
પો.ઇન્સ. આર.બી. ગઢવી
એ.એસ.આઇ. મહેન્દ્રભાઇ કુંવાડીયા, જીતેન્દ્રસિંહ ચૌહાણ
પો.હેડકોન્સ. અનિરૂદ્ધસિંહ વાંક, બાલુભાઇ બાલસ, પ્રતાપભાઇ શેખવા, મેણસીભાઇ અખંડ, જયેશભાઇ બોત્રા, પરેશભાઇ ચાવડા
પો.કોન્સ. રોહીતભાઇ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા, પરબતભાઇ દીવરાણીયા
જાહેર અપીલ :
જૂનાગઢ પોલીસ દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે તેઓ નશીલા પદાર્થોથી દુર રહે.
ડ્રગ્સનું સેવન માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ આખા પરિવારને બરબાદ કરે છે.
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ