જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શિષ્યવૃત્તિ કૌભાંડના કેસ (FIR નં. 11203004230348) અંતર્ગત IPC કલમ 409, 406, 465, 468, 471 અને 120(બી) મુજબ નોંધાયેલા ગુનામાં આરોપીઓની રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
🔹 ક્રિષ્ના પેરામેડિકલના સંચાલક જગદીશભાઈ પરમારએ પુછપરછ દરમ્યાન કબૂલાત આપી કે સ્કોલરશીપના પોતાના એકાઉન્ટમાં આવેલ રૂપિયા ખર્ચીને તેણે નિસાન કંપનીની ફોર વ્હીલ કાર ખરીદી હતી. એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચકાસતા, કારના હપ્તા અને ડાઉન પેમેન્ટની ટ્રાન્ઝેક્શનની પુષ્ટિ થઈ છે.
🔹 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ માંગરોળ, જૂનાગઢ અને માણાવદર સંસ્થાની તપાસ દરમ્યાન બહાર આવ્યું કે સંસ્થાના એકાઉન્ટ હોલ્ડરે સ્કોલરશીપના રૂપિયા ચેક મારફતે જમા કર્યા બાદ કુલ 88 ચેક દ્વારા અલગ અલગ લોકો મારફતે રોકડ ઉપાડ કરાવ્યો હતો. હાલ તેની સંપૂર્ણ વિગતો મેળવવા તપાસ ચાલી રહી છે.
🔹 રોયલ ઈન્સ્ટિટ્યૂટ માણાવદર સંસ્થા મામલે પણ તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે સંસ્થાના એકાઉન્ટ હોલ્ડરે સ્કોલરશીપના રૂપિયા જમા થતાં 4 ચેક દ્વારા અલગ અલગ લોકો મારફતે કેશ ઉપાડ કરાવ્યો હતો.
👉 આ કૌભાંડમાં સ્કોલરશીપના કરોડો રૂપિયાના દુરુપયોગનો અણસાર મળતા SOG દ્વારા તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે.
📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ