જેતપુરના જિથુડી વિસ્તારમાં પાણીની કુંડીમાં પડી જતાં 10 મહિના ના બાળકનું દુઃખદ મોત

જેતપુર :
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જિથુડી સીમ વિસ્તારમાં પાણીની કુંડીમાં પડી જતાં 10 માસના બાળકનું દુઃખદ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાએ ખેડૂત પરિવાર અને સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી છે.

મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના વતની શ્રમજીવી પરિવાર જમીનમાં મજૂરી માટે જેતપુરના જિથુડી નજીક આવેલી એક વાડીમાં આવેલ હતો. જ્યારે પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે 10 મહિના નાનું બાળક યશ્વી વિજયભાઈ ખોટ રમત રમતમાં પાણીની ખુલ્લી કુંડીમાં પડી ગયું હતું.

ઘટનાને ધ્યાનમાં લેતાં તાત્કાલિક બાળકને સારવાર માટે સરકારી હોસ્પિટલ લવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડૉક્ટરની પુષ્ટિ પછી પરિવારજનોમાં કળાકોળ મચી ગઈ હતી.

જેતપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને મામલતદારની ઉપસ્થિતિમાં પીએમ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.