જેતપુર, 21 એપ્રિલ 2025 – જેતપુર સીટી પોલીસના હદમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સતત જાણીતાં અને દારૂના કેસમાં વારંવાર ઝડપાતા બે શખ્સો વિરુદ્ધ પોલીસ દ્વારા હદપારીની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જેતપુર સીટી પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજુભાઈ પરમાર અને પ્રિયા મકવાણા નામના બે વ્યક્તિઓ જેતપુર વિસ્તારમાં અવારનવાર દારૂના ગુનાઓમાં સંડોવાયેલા છે. આ ઉપરાંત તેઓના વિરુદ્ધ અનેક ગુન્હાઓ નોંધાયેલા છે.
વિશેષરૂપે, રાજુ મકવાણાના નામે જુદા-જુદા કુલ 9 ગુનાઓ, જ્યારે પ્રિયા મકવાણા વિરુદ્ધ ચોંકાવનારા 36 ગુના નોંધાયા છે.
આશરે આ શખ્સો પોલીસની નજરમાં સતત રહેતાં હતા અને તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઇને રાજકોટ શહેર તથા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી હદપારીનો સત્તાવાર હુકમ બહાર પાડવામાં આવ્યો છે.
જેથી પોલીસ હવે આવા શખ્સો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ સાથે આગળ વધી રહી છે અને જેતપુર શહેરને ગુનાખોરીમુક્ત બનાવવા માટે કટિબદ્ધ છે.
અહેવાલ: વિમલ સોંદરવા, જેતપુર