જેતપુરમાં શ્રી યમુના ગરબી મંડળ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પરંપરાગત ગરબીનુ આયોજન કરવામા આવે છે.

જેતપુર

સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાંઓ માટે ભૂલકાં ગરબી ની શરૂઆત કરનાર શ્રી યમુના ગરબી મંડળ ગ્રુપ જેતપુર દ્રારા આ વર્ષે પણ ભૂલકાં ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યુ છે. છેલ્લાં ૬ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે અને ભૂલકાઓને વિવિધ ભેટ સોગાત અને લહાણી પણ આપવામા આવે છે.

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં દેસાઈવાડી વિસ્તારમાં આવેલ સરદાર પાર્કમાં શ્રી યનુમાં ગરબી મંડળ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ભૂલકાંઓ માટે ખાસ પ્રાચીન નવરાત્રી આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં ૧૬૦ જેટલી દીકરીઓ એકી સાથે ગરબા રમે છે. મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લહાણી આપવામા આવે છે. ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને ૧૬૦ જેટલી દીકરીઓ એકી સાથે રમતા નિહાળવા લ્હાવો હોય છે.

શ્રી યમુના ગ્રુપ ગરબી મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પારંપરગત અને પ્રાચીન ગરબી નું આયોજન કરવામાં આવે છે આ ગરબીમાં રોજે રોજ અલગ અલગ પ્રકારના પ્રાચીન રસો લેવામાં આવે છે તો ક્યારેક ભૂવા રાસ લેવામાં આવે છે ક્યારેક મેલડીમાંના રાસ લેવામાં આવે છે વગેરે રોજે રોજ અલગ અલગ પ્રકારના રાસ લેવાય છે અહીં આવતા લોકો પણ રોજે રોજ અલગ અલગ રાસો જોવાનો લ્હાવો લે છે આ ગરબીની અંદર ૧૬૦ જેટલી બાળાઓ રાસ લે છે અને લાણી નો લાભ લે છે હાલના સમયમાં અર્વાચીન ગરબાઓનું મહત્વ વધ્યું છે પરંતુ આપણી પરંપરાગત પ્રાચીન ગરબાઓને ક્યારેય ભૂલાય નહીં જેને લઈને જેતપુરના શ્રી યમુના ગ્રુપ ગરબી મંડળ દ્વારા આ પ્રાચીન ગરબીનું આયોજન કરીને કહીએ તો એક પરંપરાને જીવિત રાખી છે આ નવરાત્રીનું આયોજન યમુના ગ્રુપના પ્રમુખ ગીરીશભાઈ સાકરીયાના નેજા હેઠળ યુવાનો દ્વારા ખુબ મહેનત અને ઉષા થી કરવામાં આવે છે.

અહેવાલ:- કરણ સોલંકી (જેતપુર)