જેતપુર: શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ એક કારખાનામાં એક મજૂરને કારખાનાના ડાયર તથા અન્ય બે શખ્સો દ્વારા માર મારતા હોવાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને કાયદાકીય પગલાં અંગે ચર્ચા જગાવી છે.
ફૂટેજ મુજબ, મજૂર કારખાનામાં પોતાની ફરજ બજાવી રહ્યો હતો ત્યારે કારખાનાના ડાયર અને બે અન્ય શખ્સોએ ફિઝિકલ અટેક કર્યો હોવાનું દેખાઈ રહ્યું છે. ઘટનાની ઘાતકતાથી છતી થાય છે કે મજૂર પર ઘાતકી હુમલો થયો છે, જેને લીધે કામદારોમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે.
હાલમાં વાયરસ થયેલ ફૂટેજ કયા કારખાનાના છે અને ક્યારાના છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે અને શક્ય તમામ દિશાઓમાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
મજૂરો અને સ્થાનિક લોકોએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે. જો કે અધિકૃત રીતે હજુ સુધી કોઈ ધરપકડ અથવા ફરિયાદ નોંધાઈ નથી.
આ કેસ મજૂર સુરક્ષા અને કામદારોના હકની દ્રષ્ટિએ ગંભીર ગણવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા જો ચપળ કામગીરી કરવામાં નહીં આવે તો મજૂર સંગઠનોના આક્રોશનો સામનો કરવો પડી શકે છે.
અહેવાલ : વિમલ સોંદરવા, રાજકોટ