જેતપુર તાલુકાના નવી સાંકળી ગામમાં શિલુંબેન વાલાણી 9 મતોના અંતરે વિજેતા, ગામમાં ડોળ-નગારા સાથે ઉજવણી

રાજકોટ:
જેતપુર તાલુકાના નવી સાંકળી ગામની સરપંચની ચૂંટણીમાં શિલુંબેન ગોવિંદભાઈ વાલાણી વિજયશ્રી હાંસલ કરી છે. શિલુંબેન તેમના હરીફ ઉમેદવાર અને પોતાની કૌટુંબિક ફઈ ગીતાબેન લક્ષ્મણભાઈ વાલાણીને 9 મતોના તફાવતથી હરાવીને સરપંચ પદે ચૂંટાઈ આવ્યા છે.

શિલુંબેનના વિજયની માહિતી મળતાની સાથે જ ગામમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને ગ્રામજનો દ્વારા ઢોલ-નગારાની ખુશી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના લોકોને મોટી સંખ્યામાં શિલુંબેનના વિજયને શુભેચ્છા પાઠવી હતી.

શિલુંબેનના વિજયથી ગામમાં એક નવા વિકાસ યોગનો પ્રારંભ થવાનો વિશ્વાસ વ્યક્ત થયો છે. નવી સાંકળી ગામના ગ્રામજનોને હવે શિલુંબેન વાલાણી પાસેથી વિકાસકાર્યોની અપેક્ષા છે.

રિપોર્ટર: વિમલ સીસોઢયા, રાજકોટ