જેતપુર નગરપાલિકા માં થયેલા ભ્રષ્ટાચાર માં ભાજપના સત્તાધીશો ઉપર કરી રહેલા આક્ષેપો.

જેતપુર

જેતપુરમાં આવનારી નગરપાલિકા ચૂંટણીમાં આપણે સૌ નગરજનો સાથે મળી ભ્રષ્ટષ્ણચાર મૂકત નગરપાલિકાનું સર્જન કરીએ. કેન્દ્રથી લઇને પંચાયત સુધી ભાજપનું શાસન છે. કેન્દ્રથી લઇને પંચાયત સુધી વ્યાપક ભષ્યચાર ભાજપના નેતાઓની મિઠી નજર નીચે ફૂલ્યો ફાલ્યો છે.

અયોધ્યા જેવી ધાર્મિક નગરીમાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થયો તે ચોમાસામાં ભારતની પ્રજા સમક્ષ ખૂલો થયો આ ભાજપના લોકો ભગવાનને પણ છોડતા નથી. દંભી હિન્દુવાદના નામે લોકોને મુર્ખ બનાવે છે. ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓ પણપ ભાજપ ના કરતૂતો ખૂલ્લા પાડે છે. (૧) તક્ષશીલા કાંડ (૨) મોરબીપુલ કાંડ (૩) હરણી બોટ કાંડ

(૪) ગેમઝોન અગ્નિ કાંડ આવા અનેક કાંડો ભાજપના રાજમાં થયા છતા આપણે શા માટે મત આપીએ છીએ?

જેતપુરમાં હાલમાં જ પનીર બનાવતી ફેકટરી ઝડપાય તેમાં બનતું ડુપ્લીકેટ પનીર લોકોના આરોગ્ય સાથે ભયંકર ચેડા કરતું હોવા છતા ભાજપના સતાધારી નેતાઓના આશીવાદ અને મિલી ભગતથી ચાલતું હતું. આવા અનેક ભષ્યચાર જેતપુર નગરપાલિકામાં થયા છે. આપના પરસેવાના ટેકસના રૂપિયા ભાજપના આગેવાનોના ખિસ્સામાં ગયા છે. તો આવો હાથ સે હાથ જોડી કોંગ્રેસ સાથે હાથ મિલાવી નવા ભ્રષ્ટાચારમૂકત શહેરની રચના કરીએ. આ સાથે ભ્રષ્ટાચારનામુદાઓ વિગતવાર સામેલ છે.

જેતપુર નગરપાલિકામાં ભાજપના ગેરવહીવટના સળગતા આ નીચે મુજબના નમૂના છે.

(૧) વોટરવર્કસ શાખામાં તા. ૨૦/૦૬/૨૦થી૧૦/૦૫/૨૨ સુધી ૬ કરોડ અને ૨૧ લાખની ગેરનીતિ થયેલ છે.

(૨) કૂતરા રસીકરણ અને બંધીકરણ માટે રૂપિયા ૫પ લાખ, તેર હજારના ખોટા બિલ રજૂ થયા છે.

(૩) ગટર રીપેરીંગ માટે વાર્ષિક ૦૧/૦૧/૨૦ થી ૧૦/૦૫/૨૨ સુધીમાં રૂપિયા ૮ કરોડ અને ૯૩ લાખનો ગેરવહીવટ થયો છે.

(૪) જેતપુરથી ભાદર સુધીની જૂની પાઈપલાઈન કાઢવામાં આવી તેમાંથી ૧૫૭૮ પાઈપ વેચી મારી છે.

(૫) જેતપુર સ્મશાન તથા સાર્વજનિક બગીચાની સફાઇ અને દેખરેખ માટે માસિક રૂપિયા ૭ લાખ અને નેવું હજાર ફાળવેલ છે. પણ આ માટે કામદારો પણ મૂકાયા નથી અને રૂપિયા હજમ થાય છે.

(૬) જેતપુર શહેરમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સી.સી. રોડ બનાવામાં આવેલ હતા જે બે થી છ મહિનાની અંદર ચાલવા લાયક રહચા નથી. વિકાસના નામે ભયંકર ભ્રષ્ટાચાર.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)