જેતપુર માં પોલીસ દ્વારા વિદેશી દારૂ નો નાશ કરાયો.

જેતપુર

જેતપુર ડિવિઝનના સિટી પોલીસ, તાલુકા પોલીસ તેમજ ઉદ્યોગનગર પોલીસ અને વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દારૂના જથ્થાને વિવિધ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો જેતપુર ડિવિઝન કચેરી હેઠળ આવતી ચાર પોલીસ સ્ટેશનમાં પકડાયેલા લાખો રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીલ્લાના જેતપુર સિટી તેમજ તાલુકા પોલીસ , ઉદ્યોગનગર અને વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ ૧૧૨ જેટલા પોહિબિશનના ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂનો ડેડરવા રોડ ઉપર ખરાબાની જગ્યામાં પોલીસ સ્ટાફ ની દેખરેખ હેઠળ કરાયો વિદેશી દારૂનો વિશાળ જથ્થોની નાશ કરાયો હતો. ગોંડલ એસ ડી ઍમ તેમજ જેતપુર ડીવિઝનનના ડીવાયએસપી, તેમજ પ્રોહીબીશન અધિકારીઓની હાજરીમાં જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમ વિસ્તારમાં કુલ રૂ.45. 66.425 ની કિંમતની 23,202 અંગ્રેજી દારૂની બોટલોને પાથરી તેના પરથી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અંગ્રેજી દારૂ પકડાયા બાદ કોર્ટના આદેશથી તેનો આ રીતે નાશ કરવામાં આવે છે.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)