જેતપુર રબારીકા ચોકડી પાસે ઢોરના કારણે અકસ્માત — યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

જેતપુર નજીક રબારીકા ચોકડી વિસ્તારમાં ફરી એકવાર રખડતા ઢોરે અકસ્માત સર્જાવ્યો છે. પોરબંદર તરફ જઈ રહેલા 22 વર્ષીય દિનેશ પચાયા નામના યુવકનું બાઈક રસ્તા વચ્ચે આવેલ ખૂટિયાના કારણે સ્લીપ થતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

અકસ્માત સમયે દિનેશ પચાયા પોતાનું બાઈક લઈને રબારીકા તરફથી પોરબંદર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તા વચ્ચે ખૂટિયો આવી પડતાં બાઈક બેલેન્સ ગુમાવતાં દિનેશ રોડ પર પતાવી પડ્યા અને તેમને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચી.

અન્ય વાહનચાલકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર રખડતા ઢોરના પ્રશ્નને લઇને લોકોમાં ઉગ્ર નારાજગી સર્જી છે અને સ્થાનિકોએ તંત્રને આ બાબતે ગંભીર પગલાં લેવાની માગ ઉઠાવી છે.

મુખ્ય મુદ્દાઓ:

  • રબારીકા ચોકડી નજીક માર્ગ વચ્ચે ખૂટિયા આવતા બાઈક સ્લીપ
  • 22 વર્ષીય દિનેશ પચાયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
  • 108 મારફત હોસ્પિટલ ખસેડાયો
  • રખડતા ઢોરના મુદ્દે તંત્ર સામે લોકોમાં રોષ