જેતપુર રાજકોટ નેશનલ હાઈ વે પર એકબાજુ ૧૨૦૦ કરોડ રૂપિયાનાં ખર્ચે સિક્સ લેન રોડનું કામ ચાલી રહ્યું છે.

જેતપુર

હાલ માં વરસાદને કારણે મોટાભાગનો રોડ ખાડા ખબડા વાળો તેમજ ધોવાય ગયો છે. જેથી વાહન હાલક ડોલક થતા માંડ ચાલે ત્યાં ધૂળની ડમરીઓ ઉડવાને કારણે આગળનું વાહન ન દેખાય તો અકસ્માત થવાનો ભય રહે છે. રોડની આવી હાલતમાં પણ બેબે ટોલ પ્લાઝા પર વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્ષ વસુલવામાં આવી રહ્યો છે. જેથી સિક્સ રોડ લેન સંપૂર્ણ બની ન જાય ત્યાં સુધી ટોલ ન વસૂલવા વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

બે છાંટા વરસાદના પડે એટલે રોડ પર મસમોટા ખાડાઓ પડી જવા રોડ ધોવાય જવો તે સામાન્ય બાબત થઈ ગઈ છે. તો ચાલુ વર્ષે તો સારો એવો વરસાદ પડ્યો એટલે રોડની હાલત કેવી થઈ ગઈ હોય તે તો રોડ પરથી પાસર થાય તેઓ રોડ ઝડપથી પૂરો થાય તેવી પ્રાર્થના કરતા હોય તેના પરથી ખ્યાલ આવે.

જેતપુર-રાજકોટ વચ્ચે નેશનલ હાઈ વે ઓથોરિટી દ્વારા ૧૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સિક્સ લેન રોડ બનાવવાની કામગીરી ચાલુ છે. જેને કારણે રોડ પર અવરજવર બંને બાજુ સિંગલ પટ્ટી રોડ પરથી જ થાય છે. એટલે કે બંને બાજુ સિંગલ પટ્ટી પર જ અસંખ્ય વાહનોનું ભારણ હોય, અને આમેય આપણે ત્યાં તો સામાન્ય વરસાદમાં રોડ તૂટી જવા, ખાડાઓ પડી જવા કે ધોવાય જવા સામાન્ય બાબત છે તો આ વર્ષે સારો વરસાદ પડ્યો છે. ત્યારે રોડની હાલત તો જોવા જેવી થઈ છે જેતપુરથી રાજકોટ વચ્ચેનો મોટભાગનો રોડ ધોવાય ગયો છે. રોડ પર કાંકરી કાંકરી જ નજરે પડે છે અને જ્યાં નથી ધોવાયો ત્યાં ખાડાઓનું રાજ, આવા રોડ પરથી વાહન ચાલકો પસાર થાય ત્યારે રોડ ધૂળની ડમરીઓને કારણે આગલું વાહન નજરે પણ નજરે નથી પડતું જેથી અકસ્માતો થાય છે.

અને રોડ પર અસંખ્ય ખાડાઓને કારણે વાહનોની કમાન અને વાહનોમાં મુસાફરી કરતા મુસાફરો, ડ્રાઇવરોની કમર ભાંગી જાય તે હદે ખાડાઓ આવે છે. આમ છતાં જેતપુરથી રાજકોટ વચ્ચે આવતા બબ્બે ટોલ પ્લાઝા મસમોટો ટોલટેક્સ વાહન ચાલકો પાસેથી વસુલે છે. જેથી વાહન ચાલકો આ રોડ પર સિક્સ લેનનું કામ પૂરું થાય ત્યારબાદ અથવા તો સારા રોડની સગવડ આપ્યા બાદ જ ટોલટેક્સ વસૂલવા નેશનલ હાઈ વે ઓથોરિટી પાસે માંગ કરી રહ્યા છે.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)