જેસીઆઇ જુનાગઢ ના 2025 ના પ્રેસિડેન્ટ તરીકે જેસી ડો. મોહિત જોશી તથા સેક્રેટરી તરીકે જેસી જગદીશ મદનાણી ને ઝેડ વી પી જેસી પાર્થ પરમાર દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવેલ તેમજ કારોબારી ટીમ તેમજ નવા મેમ્બર ની શપથવિધિ જોન અધિકારી જેસી રાજીવ મકવાણા દ્વારા કરવામાં આવેલ. મુખ્ય મહેમાન સિવિલ હોસ્પિટલના ડીન ડો કૃતાર્થ બ્રહ્મભટ્ટ, એસએમએ ચેરમેન જેસી રાજીવ મકવાણા, જૂનાગઢના વન મેન આર્મી શ્રી કિરીટભાઈ સંઘવી, જેસીઆઈના જૂનાગઢના જેસી યતીનભાઈ કારીયા દ્વારા જેસીઆઈ જૂનાગઢની પ્રવૃત્તિઓને બિરદાવતા પ્રસંગ ઉચિત પ્રવચન દ્વારા જુસ્સો વધાવી શુભેચ્છા પાઠવી હતી આ કાર્યક્રમમાં મહિલા જેસી મેન્ટર જયશ્રીબેન સંઘવી, ભાવિશા દેકીવાડીયા, હસમુખાબેન મારવાણીયા, અમીબેન સોની, કેતકીબેન જાની તેમજ વિશાળ સંખ્યામાં બહેનો પણ ખાસ ઉપસ્થિત રહી હતી
શપથવિધિ કાર્યક્રમની શરૂઆતમાં જેસીક્રિડનુ વાંચન જેસીરેટ ડો ફોરમ ટાંક દ્વારા કરવામાં આવેલ, પ્રેસિડેન્ટ જેસી ચિરાગ કડેચા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ, જેસીઆઈ જુનાગઢ ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા દ્વારા જેસીઆઈ ની વ્યક્તિત્વ વિકાસ, સેવાકીય પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ વિશેની વિસ્તૃત માહિતી આપેલ
વર્ષ 2024 ના જેસીઆઇ જૂનાગઢના પ્રમુખજેસી ચિરાગ કોડેચા દ્વારા તેનો વર્ષ દરમિયાન થયેલ કાર્યક્રમ નો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારે સૌ ઉપસ્થિત રહેલા શ્રોતાઓએ તાલીઓના ગડગડા થી વધાવીને જેસીઆઈ જુનાગઢ વર્ષ 2024 ના પ્રમુખને વધાવીને વિદાય આપેલ.
જેસીઆઈ જુનાગઢ વરસ 2025 ની નવી ટીમની શપથવિધિ સમારંભ ઉદ્ઘાટન જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેડ ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટસાહેબ જેસીઆઈ ઝોન 7 ના અધિકારી જેસી રાજીવ મકવાણા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઈ જુનાગઢના મેન્ટર જેસી અરવિંદભાઈ સોની ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા જેસી યતીન કારીયા જેસી પાર્થ પરમાર જેસી કેતન ચોલેરા જેસી વિરલ કડેચા જેસી ચેતન સાવલિયા જેસી વિજય ચાવડા મનોજ સોની તેમજ જેસીઆઈની સમગ્ર ટીમ દ્વારા સખત જહેમત ઉઠાવવામાં આવેલ અંતે સેક્રેટરીજેસી જગદીશ મદનાણી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)