જેસીઆઈ જૂનાગઢ દ્વારા મહાન ગાયક સ્વ. મુકેશજીની 102મી જન્મ જયંતી નિમિતે સંગીત સંધ્યાનું આયોજન.

જેસીઆઈ જૂનાગઢ દ્વારા સુપ્રસિદ્ધ ગાયક સ્વ. મુકેશજીની 102મી જન્મ જયંતી તેમજ 69મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે રાયજીબાગ સ્થિત કાલરીયા સત્સંગ હોલ ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરૂઆત એસબીઆઈ બેંકના અધિકારી કમલેશભાઈ મારૂ, જેસીઆઈના પ્રમુખ જેસી ડૉ. મોહિત જોશી, સેક્રેટરી જેસી જગદીશ મદનાની, ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા તથા અન્ય સભ્યોએ દીપ પ્રાગટ્ય કરીને કરી હતી.

કાર્યક્રમમાં છેલ્લા ૨૦ વર્ષથી જૂનાગઢમાં “ધ ગોલ્ડન વોઇસ ઓફ મુકેશ” તરીકે ઓળખાતા ડૉ. ફૈયાઝ એફ. મુનશી દ્વારા મુકેશજીના હૃદયસ્પર્શી ગીતો રજૂ કરાયા હતાં. ત્રણ કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં પ્રેક્ષકોના હ્રદય જીતવામાં આવ્યા હતાં અને તમામ શ્રોતાઓ એ સંતોષપૂર્વક આ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો.

મુનશીજીને મંચ પર સહકાર આપનારા કલાકારોમાં સુહાગબા ચાવડા, કનકભાઈ ગગલાની, જીગ્નેશભાઈ કડેચા, નિકુંજભાઈ ચોકસી અને જયેશભાઈ ચોકસીનો સમાવેશ થાય છે.

આ અવસરને સફળ બનાવવા માટે જેસીઆઈના અરવિંદભાઈ સોની, કિશોરભાઈ ચોટલીયા, મોહિત જોશી, જગદીશ મદનાની, વિરલ કડેચા, ચિરાગ વડેચા, યતીન કારીયા, ચેતન સાવલિયા, રવિ ઘીનોજા અને ગૌતમ પરમાર સહિતના સભ્યોએ મહેનતપૂર્વક યોગદાન આપ્યું હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ