જે.સી.આઈ જુનાગઢ દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં બરફના ગોલા ખવડાવી આશિર્વાદ મેળવ્યા.

  • જે.સી.આઈ જુનાગઢ દ્વારા જુદી જુદી સંસ્થાઓમાં બરફના ગોલા ખવડાવી આશિર્વાદ મેળવ્યા.

જૂનાગઢઃ

જૂનાગઢ હાલમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે આપણે આપણા પરિવાર માટે ઠંડા પીણા, આઇસ્ક્રીમ, શેરડીનો રસ જેવી અનેક ઠંડક આપતી વસ્તુઓ દ્વારા ઠંડક મેળવીએ છીએ ત્યારે જૂનાગઢમાં વૃદ્ધ નિકેતન વૃદ્ધાશ્રમ તથા કોર્પોરેશન સંચાલિત ભિક્ષુક ગૃહ તેમજ સત્યમ યુવક મંડળ દ્વારા સંચાલિત મહિલા આશ્રય સંસ્થાન માં રહેતા વડીલો ના કલેજામાં ટાઢક થાય તે માટે જુનાગઢ જેસીઆઈ દ્વારા આ ત્રણેય સંસ્થાઓમાં રહેતા વડીલો ને વિવિધ ફ્લેવરો ના બરફના ગોલા ખવડાવતા દરેક વડીલો ખૂબ જ પ્રસન્ન થઈ આશીર્વાદ પાઠવતા જણાવેલ કે તમે અમારા કલેજાને ઠંડક પહોંચાડી છે, ઈશ્વર તમને અને તમારા પરિવારના સભ્યોને ખૂબ સુખી રાખે તેવા આશીર્વાદ આપ્યા હતા.

 

આ પ્રસંગે મહિલા અગ્રણી શ્રી નીરૂબેન કાંબલીયા, શ્રી વિજયાબેન લોઢીયા તેમજ શ્રી મનસુખભાઈ વાજા એ ઉપસ્થિત રહી જેસીઆઇની આ પ્રવૃત્તિ ને બિરદાવી હતી, ઉપરોક્ત કાર્યક્રમમાં જેસી પ્રેસિડેન્ટ ચિરાગ કડેચા, ડાયરેક્ટર જેસી કિશોરભાઈ ચોટલીયા, જેસી મનીષ લોઢીયા, જેસી જયેશ ચોક્સી, જેસી રાજેશ પુરોહિત વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

 

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)