
જૂનાગઢ
નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ, જૂનાગઢ ખાતે તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫ના રોજ સ્વ. વિધાશંકરભાઈ જોષી પરિવાર દ્વારા પિતૃ શ્રદ્ધાંજલિ તરીકે જ્ઞાતિ ભોજન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજની સંસ્કાર વાડી ખાતે આયોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ૪૦ ગોયણીના પૂજનથી થઈ હતી. ત્યારબાદ જોષી પરિવારના વડીલ સભ્યોને ઉપર ફુલહાર અને શાલ પહેરાવી જાહેર આદરપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા આપેલા પ્રાસંગિક પ્રવચનમાં સમાજની એકતા, સંસ્કાર અને પરસ્પર સહકાર પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. સમગ્ર સમારંભનું સુવ્યવસ્થિત સંચાલન શ્રી રમેશ જોષી દ્વારા કરવામાં આવ્યું.
આપના પિતૃઓના સ્મરણમાં યોજાયેલા ભોજન સમારંભમાં અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ત્યારબાદ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સમૂહમાં સ્વરુચિ ભોજન કરી તમામ ઉપસ્થિતજનો વિદાય થયા.
ઉપસ્થિત જ્ઞાતિજનોએ જોષી પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો અને આવાં કાર્યક્રમો ભવિષ્યમાં પણ થતા રહે તેવા શુભેચ્છા સંદેશ આપ્યાં.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ