સાબરકાઠાં જિલ્લા પોલીસ સુરક્ષા સેેેતુ સોસાયટી અર્તગત એ.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સંત શ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા ખાતે ધોરણ-૧૦ અને ૧૨ ના વિધાર્થીઓ માટે કેરીયર કાઉન્સીલિગ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમની શરૂવાતમાં સ્વાગત પ્રવચન સુપરવાઇ આર. પી.વાલાએ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિવાય ખાસ ઉપસ્થિત માં પી.એસ.આઈ. કે.વી. વહોનીયા દ્વારા વિધાર્થીઓને કારકિર્દી અને સ્પર્ધાત્માક પરિક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મગનભાઈ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક જમાદાર જયદીપભાઈ દ્વારા સાયબર અવેરનેસ બાબતે જરૂરી માર્ગદર્શન પુુુરૂ પડ્યું હતું તેમજ ટ્રાફિક નિયમની જાણકારી આપવામાં આવી હતી. આભાર દર્શન આચાર્ય સુરેશકુમાર એસ. પટેલે કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા ચિરાગ પટેલે ખૂબ સુંદર આયોજન કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન રાજેન્દ્રસિંહ દેવડાએ કર્યું હતું.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)