જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મા ખાતે એસ.પી.સી અંતર્ગત ત્રિ દિવસીય બિન નિવાસી કેમ્પનું કરાયું આયોજન

સાબરકાંઠા

પોલીસ એ પ્રજાનો મિત્ર છે. નાના બાળકોમાં એનો ખ્યાલ વ્યાપક બને તે માટે સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે શાળાના 44 બાળકો સ્ટુડન્ટ પોલીસ કેડેટ માં જોડાયેલ છે તેમનો ત્રિ દિવસીય બિન નિવાસી તાલીમ કેમ્પ શાળામાં યોજાયેલ. જે અંતર્ગત નવા આવેલ પી.આઈ ડી.આર. પઢેરીયાએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય સુરેશકુમાર એસ પટેલ અને છ મહિના પોલીસમાં નોકરી કરી અને શાળામાં શિક્ષક બનેલા અનિલભાઈ ગામીત પણ ઉપસ્થિત રહ્યા હતા. SPC કેમ્પ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ તથા શાળા સફાઈ SPC ના કેડેટ દ્વારા કરવામાં આવેલ. દર બુધવાર તથા શનિવારે આ બાળકોને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ મગનભાઈ અને કૈલાશબહેન ડી.આઈ તરીકે માર્ગદર્શન આપે છે. શાળામાંથી સીપીઓ તરીકે ધવલભાઈ સુથાર અને ચિરાગભાઈ પટેલ, પોલીસ કોસ્ટેબલ વિકાસ પટેલ અને દુષ્યંતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં બાળકોને મૂંઝવતા પ્રશ્નોનું પીઆઈ પઢેરીયા દ્વારા નિરાકરણ કરી અને બાળકોને મોટીવેટ કર્યા હતા. આભાર દર્શન ધવલભાઈ સુથારે દ્વારા કરવામાં આવેલ.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)