ઝઘડિયા તાલુકાના સારસા ગામે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.

ઝઘડિયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોનલબેન રાજ, તાલુકા પંચાયત સદસ્યો રતિલાલ રોહિત તથા ભુપેન્દ્રભાઈ વસાવા, સામાજિક અગ્રણીઓ નરેન્દ્રસિંહ રાજ, મહેશભાઈ વસાવા, મહેશભાઈ પાટણવાડીયા સહિત ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી,ત્યારબાદ પંડિત દિનદયાળની તસ્વીરને પુષ્પમાળા પહેરાવવામાં આવી હતી.પંડિત દિનદયાળનો જન્મ તા.૨૫ મી સપ્ટેમ્બર ૧૯૧૬ ના રોજ ઉત્તરપ્રદેશમાં થયો હતો.તેઓ પ્રખર દેશભક્ત અને ગરીબોના હિતેચ્છુ હતા.

આજે પંડિત દિનદયાળના નામની હોસ્પિટલો કોલેજો યુનિવર્સિટીઓ ભવનો ઘણા સ્થળોએ જોવા મળે છે. તેમના નામ સાથે સંકળાયેલ આ સંસ્થાઓના માધ્યમથી લોકોને પંડિત દિનદયાળના સિધ્ધાંતો અને વિચારોને સમજવાની અને અનુસરવાની પ્રેરણા મળે છે.આજે તેમની ૧૦૮ મી જન્મજયંતિની સમગ્ર ભારતમાં ઠેરઠેર ઉજવણી થઇ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના સારસા ગામે તાલુકા પંચાયત સદસ્ય રતિલાલ રોહિત દ્વારા આજરોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપા સદસ્યતા અભિયાન હેઠળ નવા સભ્યો જોડવાની કામગીરી પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઇ વસાવા ગુંડેચાવાળાએ કર્યુ હતું.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)