ઝઘડિયા તાલુકાની પ્રાથમિક કુમારશાળા ઉમલ્લામાં સીઆરસી ઉમલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

ભરૂચ

ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકાના પ્રાથમિક કુમારશાળા ઉમલ્લા ખાતે gcert ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ પ્રેરિત ઉમલ્લા સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ઉમલ્લા કુમાર શાળા માં યોજાયું હતું. જેમાં નવદુર્ગા સ્કૂલ ના આચાર્ય શ્રી હેમંતભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં ઉમલ્લા crc વિભાગની કુલ 12 શાળાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર 12 શાળાઓ દ્વારા કુલ પાંચ વિભાગોમાં 18 કૃતિઓ રજુ કરવામાં આવી હતી;જેમાં ખોરાક સ્વાસ્થય અને સ્વચ્છતા વિભાગમાં પ્રથમ ક્રમે પ્રા શાળા તેજપોર, પરિવહન અને પ્રત્યાયન વિભાગમાં પ્રાથમિક કુમારશાળા ઉમલ્લા પ્રથમ ક્રમે, કુદરતી ખેતી વિભાગમાં પ્રાથમિક કન્યા શાળા ઉમલ્લા પ્રથમ ક્રમે, ગાણિતિક નમુનાઓ અને ગણાત્મક ચિંતનમાં પ્રથમ ક્રમે બામલ્લા શાળા જ્યારે આપત્તિ વ્યવસ્થાપન અને કચરાનું વ્યવસ્થાપનમાં ઉમલ્લા કન્યાશાળા પ્રથમ ક્રમે આવ્યા હતા.

ઉમલ્લા કુમાર શાળા માં આયોજિત આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમની શરુઆતમાં ગણિત વિજ્ઞાન શિક્ષક દોશી કૌશલકુમાર એચ. દ્વારા કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. આ પ્રસંગે crc રાજેશભાઈ પટેલ, ગ્રુપ આચાર્ય ફતેસિંહ ભાઈ વસાવા શાળાઓના શિક્ષકો,આચાર્યો,ઉમલ્લા કુમાર અને કન્યાશાળા ના smc અધ્યક્ષ શ્રીઓ ગામ ના વડીલો,વાલીઓ,બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો. ઉલ્લેખનીય છેકે શાળાઓમાં શિક્ષણની સાથેસાથે યોજાતા આવા રચનાત્મક કાર્યક્રમોથી બાળકોમાં રહેલી છુપી શક્તિઓને વેગ મળતો હોય છે તેથી શાળાઓમાં યોજાતા આવા કાર્યક્રમો આવકારદાયક ગણાય છે.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)