ચીખલી તાલુકાના ટાંકલ ગામમાં આવેલ વિજ વિભાગની ઓફિસમાં રાત્રિના સમયે માત્ર બે જ કર્મચારીઓ ફરજ પર હોય છે, જેના કારણે આસપાસના લગભગ 22થી વધુ વિસ્તારોના ગ્રામજનોને વિજ સંકળાયેલી તાત્કાલિક સેવાઓમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સ્થિતિ સામે સમસ્ત આદિવાસી સમાજના રાનકુવા વિભાગના કાર્યકર્તા મનીષ ઢોડિયાએ DGVCLના મેનેજિંગ ડાયરેક્ટરને પત્ર લખી રાત્રિ સ્ટાફ વધારવાની માંગણી કરી છે.
તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ફોલ્ટ દૂર કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોને રાત્રિના સમયે ત્રાસ સહન કરવો પડે છે.
મનીષ ઢોડિયાએ આક્ષેપ કર્યો કે,
“વિજ બિલમાં માત્ર એક-બે દિવસ ઉંટી જાય તો તાત્કાલિક દંડ વસૂલવામાં આવે છે, પરંતુ સર્વિસ આપવાની વારમાં વિભાગ સ્ટાફની અછતનું બહાનું આપે છે. આ દોઢકાથા ધોરણ લોકોએ સહન ન કરવું પડે એ માટે ત્વરિત કાર્યવાહી જરૂરી છે.”
આ મુદ્દે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલે પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે,
તેમણે વધુમાં ઉમેર્યું કે ઘણીવાર રાત્રિના સમયે ઓન ડ્યુટી કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે તણાવ તથા ઘર્ષણની ઘટનાઓ પણ બનતી હોય છે.
અત્યારે સ્માર્ટ મીટર લગાડવાના મુદ્દે પણ ઘણા વિસ્તારમાં લોકોએ વિરોધ કર્યો છે અને કર્મચારીઓને ઘેરાવનો સામનો કરવો પડ્યો છે.
તેઓએ માંગ કરી કે DGVCL દ્વારા તાત્કાલિક રીતે પસંદગી પામેલા યુવાનોની ભરતી કરવામાં આવે જેથી
એક તરફ રોજગાર મળે અને બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોના લોકોને સતત સેવા મળે.
રિપોર્ટર: અંકેશ યાદવ – ખેરગામ