સિહોર તાલુકાના ટાણા ગામે છેલ્લા ઘણા સમયથી વસવાટ કરતી જનતાને અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં ખાસ કરીને વરસાદી સીઝનમાં આવાસ યોજનાના નવા પ્લોટ વિસ્તાર અને જૂના વિસ્તારના જર્જરિત મકાનોમાં રહી રહેલા લોકોને મકાનની જર્જરિત હાલત અને ઘરોમાં પાણી ઘૂસવાની ગંભીર સમસ્યા છે.
આજ રોજ આમ આદમી પાર્ટી અને વોર્ડ નં.૮ના પ્રતિનિધિઓએ ગ્રામીણ વિસ્તારોના નાગરિકોની સાથે મળી ગામની પંથક પંચાયત કચેરી ખાતે જઈ કાયમી ઉકેલની માંગ સાથે લેખિત રજૂઆત કરી હતી.
આ રજુઆત દરમિયાન ગ્રામજનોના પ્રતિનિધિઓએ જણાવીહતું કે—
જર્જરિત મકાન તાત્કાલીક હટાવવામાં આવે અથવા તંત્ર દ્વારા લોકોયોજના હેઠળ નવું નિવાસસ્થાન આપવામાં આવે.
અવસયોજના વિસ્તારમાં મજબૂત ડ્રેનેજ સિસ્ટમ ઉભી કરી, વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.
ઘરોમાં ફરીથી પાણી ન ઘુસે એ માટે તાલુકા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત તાત્કાલીક પગલાં ભરે.
ગ્રામ પંચાયત દ્વારા પથ્થરપરા કામોમાં વાપરાતી નકામી સામગ્રી અંગે તપાસ થાય.
દરેક વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાવાના કારણો અને તેનું ઈન્જિનિયરિંગ સર્વે થયું હોય તે આધારે કડક અમલ થાય.
આ રજુઆત દરમ્યાન વોર્ડ નં.૮ના પ્રતિનિધિ ભગીરથસિંહ સરવૈયા, મેઘરજસિંહ ગોહિલ, રાજભા ગોહિલ, રમેશબાપુ દેવમુરારી તેમજ ગામના રહીશો, મહિલાઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે અનેક વાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ સ્થાયી પગલાં લેવામાં આવતાં નથી.
હવે જનતાની માંગ છે કે લેખિત રજૂઆતને પગલે તંત્ર જાગૃત બને અને ટાણા ગામના નાગરિકોને આવનારા ચોમાસામાં રાહત મળે એ દિશાએ તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે.
અહેવાલ : સતાર મેતર, સિહોર