ટેકનિકલ માસ્ટર ટ્રેનર દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન.

જૂનાગઢ

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધૂમાં વધૂ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજય સરકાર દ્વારા તથા રાજયપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના જુદા-જુદા તાલુકા વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષી અંતર્ગત ખેડૂતો સાથે ક્લસ્ટર બેઝ તાલીમ નુ આયોજન કરાયુ હતુ.

આ ક્લસ્ટર બેઝ તાલીમ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમા પ્રાકૃતિક કૃષી ની તાલીમો ટેકનિકલ માસ્ટર ટ્રેનરો દ્વારા આપવા માં આવી હતી. જેમાં કૃષી તથા બાગાયત વિભાગના તાંત્રિક સ્ટાફ તેમજ ફાર્મર માસ્ટર ટ્રેનરો જે ખેડૂતો પ્રાકૃતિક કૃષી કરી રહ્યા છે, તેમના દ્વારા આ તાલીમો આપવામાં આવી હતી. તાલીમ માં પ્રાકૃતિક કૃષી વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત તાલુકા પંથકમાં આવેલા ખેડૂતો કેવી રીતે પ્રાકૃતિક કૃષી તરફ વળે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે તે અંગે ખેડૂતોને તાલીમ માર્ગદર્શન આપી તેની સમજણ પૂરી પાડવામાં આવી હતી.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)