વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતમિત્રો માટે મહત્વની માહિતી આવી રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫ માટે રાજ્ય સરકારે ઉનાળુ મગ માટે ટેકાનો ભાવ રૂ. ૮૬૮૨ પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. હવે આ ટેકાના ભાવે મગની ખરીદી પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત થશે અને ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ નોંધણી ખેડૂતોએ તાલુકાવાર ગ્રામ્ય સ્તરે આવેલી ઈ-ગ્રામ કેન્દ્રો પરથી તા. ૨૫ મે ૨૦૨૫ સુધી કરી શકાશે. નોંધણી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર વી.સી.ઈ. (વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રપ્રેન્યોર) મારફતે કરવામાં આવશે.
જિલ્લા કૃષિ અધિકારી દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે, જે ખેડૂતો ઉનાળુ મગ પાંકી રહ્યા છે તેમને તાત્કાલિક નોંધણી કરીને ટેકાના ભાવે પાક વેચવાની પદ્ધતિનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ