ટેકાના ભાવે વેચાણ માટે તુવેર ગુણવત્તાના માપદંડ મુજબની હોવી જરૂરી!

જૂનાગઢ જિલ્લાના ટેકાના ભાવે તુવેર પાક વેચાણ માટે લઇ જનાર તમામ ખેડુતોને જણાવવાનું કે, ખેડુતોને જાણ કરવામાં આવ્યા મુજબ તારીખ અને સમયે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે અને નોંધણી સમયે આપવામાં આવેલ પાવતી સાથે લઇ જવાની રહેશે. તેમજ કેંદ્ર ખાતે રજુ કરવાની રહેશે. તેમજ ખેડુતોએ માટી, કાંકરા અને અન્ય કચરો ન હોય તે રીતે સાફ કરી ગુણવતાયુક્ત (FAQ મુજબના ) ઉત્પાદન વેચાણ માટે લાવવાનૂં રહેશે. અને માટી, કાંકરા અને અન્ય કચરાવાળી જણસી લાવનાર ખેડુતે સરકાર ના નિયમો મુજબ જણસી સ્વ ખર્ચે સાફ કરાવવાની કાળજી લેવાની રહેશે.
તુવેર પાક માટેના ગુણવતાના ધોરણો (FAQ સ્પેસીફીકેશન ) ગુણવતાના માપદંડ અને વજનના આધારે મહતમ ક્ષમ્ય માત્રા વિદેશી અશુધ્ધીઓ ૨.૦%, તુટેલા દાણા ૩.૦%, ઓછા તુટેલા દાણા ૪.૦%,ચીમળાયેલા અપરિપક્વ અને તુટેલા દાણા૩.૦%, અન્ય જાત (એડ્મીક્ષર) ૩.૦%, જીવાતથી નુકશાન થયેલ દાણા ૪.૦%, ભેજના ટકા ૧૨.૦% મુજબના છે.
ઉક્ત માપદંડ ની ચકાસણી માટે એજન્સી દ્વ્રારા જણસીના ઢગલાની ચારેય બાજુ જુદી-જુદી જગ્યાએથી તેમજ ઉપર નીચેથી કુલ (૨) સેમ્પલ રેન્ડમ લેવામાં આવશે જેમાંથી એક સેમ્પલ ચકાસણી માટે ઉપયોગ લેવામાં આવશે તથા જરૂરી વિગતો સાથેનું એક સીલબંધ સેમ્પલ ભવિષ્યમાં વિવાદ કે અન્ય કારણોસર ચકાસણીની જરૂર ઉભી થાય તે હેતુથી રીઝર્વ સેમ્પલ તરીકે જાળવી રાખવામાં આવશે. ચકાસણી માટે લીધેલ સેમ્પલ માંથી ૨૦૦ ગ્રામ તુવેર સેમ્પલ તરીકે લઇને તેમા ભારત સરકાર દ્વ્રારા નિયત થયેલા FAQ સ્પેસીફીકેશનની ચકાસણી કરવામાં આવશે. જે બાબતો તમામ રસ હિત ઘરાવતા ખેડુતોને ધ્યાને લેવા અનુરોધ કરવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ