ડભોઇ ની વિશ્વભારતી વિદ્યાલય દ્વારા ૪.૩૦ કલાકે 37 મો આનંદ મેળો યોજાયો હતો જેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ટ્રસ્ટી આશા બેન શાહ દ્વારા ઉદ્દઘાટન કરાયું હતું જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જુદા જુદા સ્ટોલ લગાવી સ્કૂલના પ્રાંગણમાં વિદ્યાર્થીઓએ વેપાર માંડ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા 20 જેટલા સ્ટોલ લગાવી ગ્રાહકો ને કઈ રીતે આકર્ષિત કરવા અને વેપાર ધંધા કઈ રીતે પાર પાડવા તેમજ નફા નુકસાન સહિત વેપારને સંપૂર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલ સ્ટોલથી વેપારનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો આનંદ મેળા નો લાભ વાલીઓ વિદ્યાર્થીઓ સહિત મિત્રોએ લેતા અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલવવા તેમજ નફા નુકસાન નું જ્ઞાન મળે અને વિદ્યાર્થીઓ નું પોતાનું આત્મબળ મજબુત થાય તે હેતુ સર આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના ટ્રસ્ટી આશા બેન શાહ, મેનેજીંગ ટ્રસ્ટી મહેશ ભાઈ શાહ, અર્પિત ભાઈ એમ શાહ, શાળા ના શિક્ષકો, તેમજ શિક્ષિકાઓ, વાલીઓ, તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :-હર્ષ પટેલ (વડોદરા)