ડભોઇ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી: મેડિકલ કેમ્પથી લઈ શોભાયાત્રા સુધીkar ઉઠાવાયો સત્કાર્યોનો સંદેશ!

ડભોઇ: જૈન યુવા સમિતિ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે ઉજવાયેલા કાર્યક્રમોએ ધર્મ, સેવા અને અહિંસાના સંદેશ સાથે સમગ્ર નગરને જીવંત બનાવી દીધું. 9 એપ્રિલના રોજ ડભોઇમાં સૌ પ્રથમવાર NITYADI ફિટનેસ ક્લબના સહયોગથી નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નગરજનો એ લાભ લીધો.

મહાવીર જયંતિ નિમિત્તે સાંજના સમયે શાંતિ અને અહિંસાનું પ્રતિક સમજી એક ભવ્ય “અહિંસા બાઈક રેલી”નું આયોજન થયું હતું. રેલી શ્રી લોઢણ પાશ્વનાથ ચોકથી આરંભ કરી, સંગીતના તાલે વકીલ બંગલા, ભારત ટોકીઝ, લાલબજાર, ટાવર સહિત નગરના મુખ્ય માર્ગો પર ફરતી રહી.

પછી સવારે શ્રી મહાવીર સ્વામીના જીવન દર્શન અને ઉદ્દેશોને સ્પષ્ટ કરતી શોભાયાત્રા નીકળી હતી, જેમાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રામાં ધર્મિક સૂત્રો, સૂફી સંગીત તથા જીવદયાનું પ્રબળ સંદેશ દર્શાવતો રંગારંગ કાર્યક્રમો સમાયેલ હતા.

જૈન સમાજ દ્વારા મળતા સંદેશ મુજબ –

“જેમ આપણે પોતાના માટે દુઃખ પસંદ નથી કરતાં, તેમ બીજાને પણ દુઃખ ન મળે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. અહિંસા, સત્ય અને કરુણાનો માર્ગ માનવતાનું સાચું ધ્યેય છે.”

આવી ધાર્મિક અને સામાજિક સભ્યતાના સંગમરૂપ કાર્યક્રમો ડભોઇ નગરની પરંપરા અને સંસ્કારની ઉજવણી છે.

રિપોર્ટર: વિવેક જોષી, ડભોઇ