ડભોઇ તાલુકાના નડા ગામે શાળા પ્રવેશોત્સવ અને ચોપડા વિતરણ કરાયું.

વડોદરા

વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાના શ્રી ગણેશ એટલે શાળા પ્રવેશોત્સવ 21 વર્ષ પહેલા રાજ્યના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કર્યો હતો જેના પરિણામે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયા પણ ઘટ્યો છે આજના આ બાળકો આવતીકાલનું ભવિષ્ય છે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ ના પરિણામે દીકરીઓમાં શિક્ષણન ઉચ્ચ પરિણામો જોઈ શકીએ છીએ જેને લઇ આજરોજ ડભોઇ તાલુકાના નડા ગામે શાળા પ્રવેશોત્સવ અને સાથે ચોપડા વિતરણ નું કાર્યક્રમ કરાયું હતું.

આજરોજ નડા પ્રાથમિક શાળા ખાતે નવા પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છા પાઠવી શૈક્ષણિક કીટનું વિતરણ કરી ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે નડા ગામના ભાવેશભાઈ પટેલ, આ.કલેક્ટર સાહેબ રૂટ લાયજનીંગ વિજયભાઈ સરકારી દવાખાના અધિકારીઓ સ્ટાફ ગામના સરપંચ ગ્રામજનો આગેવાનો વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય અર્ચનાબેન તથા શિક્ષકો અને આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)