ડભોઇ,
ડભોઇ તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે નીચાણવાળા ગામોમાં ફરી ઢાઢર નદીના પાણી ભરાઈ ગયા છે..dev ડેમમાંથી છોડાયેલા પાણી ઢાઢર નદીમાં આવતાં ડભોઇ તાલુકાના કુલ 5 ગામો હાલમાં માર્ગ સંપર્કથી વિહોણા બન્યા છે.
બનૈયા થી અંબાવ વચ્ચે ગત વર્ષે જ બનેલા મોટા નાળા પર પાણી ફરી વળતાં ત્યાંથી પસાર થતો માર્ગ તાત્કાલિક અસરથી બંધ થવા પામ્યો છે. જેના કારણે બનૈયા, અંબાવ, રાજલી, અંગૂઠણ અને નારીયા ગામોનું મુખ્ય માર્ગ સંપર્ક તૂટી પડ્યું છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન ઢાઢર નદીના કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં આવું પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જોકે, હાલની પરિસ્થિતિમાં પાણી ફરી વળવાના કારણે સ્થાનિક લોકોના રોજિંદા વ્યવહાર તથા આવનજાવન ઠપ થઈ ગયું છે. કામકાજ, શિક્ષણ તેમજ તાત્કાલિક સેવાઓ માટે પણ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક વાહનવ્યવસ્થા અને પુલની યોગ્ય કામગીરી માટે તંત્રને રજૂઆત કરી છે.
અહેવાલ: વિવેક જોષી, ડભોઇ