ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંણોદમાં 10 હજારથી વધુ યજમાનોએ કાલસર્પ, નારાયણબલી સહિતની વિધિથી પિતૃતર્પણ કરાવ્યું

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંણોદમાં 10 હજારથી વધુ યજમાનોએ કાલસર્પ, નારાયણબલી સહિતની વિધિથી પિતૃતર્પણ કરાવ્યું

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે ચૈત્રી મહિનામાં 10 હજારથી વધુ લોકોએ નર્મદા- નદીઓમાં સ્નાન કરીને ચાંણોદ ક્ષેત્રમાં પિતૃતર્પણની વિધી કરી

 

ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે ચૈત્રી મહિનામાં 10 હજારથી વધુ લોકોએ નર્મદા- નદીઓમાં સ્નાન કરીને ચાંણોદ ક્ષેત્રમાં પિતૃતર્પણની વિધી કરી હતી. અમાસની તિથી હોય ત્યારે કાલસર્પ સહિત ગ્રહશાંતી માટેની વિધી માટે પણ લોકો ચાંણોદ ખાતે ઉમટી પડ્યાં હતાં. આ ઉપરાંત ખાતે દર્શનાર્થે લાખો લોકોની ભીડ જમા થઈ હતી. ઉલ્લેખનિય છે કે, ચૈત્રી બાદ 9 મેના રોજ વૈશાખ મહિનાની શરૂઆત થઈ રહી છે. જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું કે.ચૈત્ર મહિનાનું આપણા શાસ્ત્રમાં એક અનેરૂ મહત્વ છે. સાથે ચૈત્રની અમાવસ્યાનું પણ એક વિશેષ મહત્વ છે. અમાવસ્યાના દેવ પિતૃ દેવ છે. અને શાસ્ત્રમાં લખ્યું છે કે આયુષ્ય સંતાન. વૈભવ,સુખ-આનંદ, માન-સન્માન કેવલ પિતૃ કૃપાથી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને લોકોએ અમાસના દિવસે નદી સંગમ સ્થાનમાં સ્નાન કર્યું હતું.

 

જ્યારે ચાણોદ મુકામે નર્મદા સ્નાન કરીને પિતૃ કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃ તર્પણ પિંડદાન, નારાયણ બાલી, સર્પદોષ, શ્રાદ્ધ ઈત્યાદિ કર્મ કર્યું હતું. આ સાથે જન્મકુંડળીના દોષોના નિવારણ માટે ખાસ કરીને ગ્રહોની શાંતિ ઈત્યાદિ સંગમ સ્થાન ખાતે પુજા કરી હતી. લોકોએ પુણ્યની પ્રાપ્તિ માટે પિતૃઓના મોક્ષાર્થે ગાયોને ઘાસ ખવડાવી અને બ્રાહ્મણોને દાન કર્યું હતું. ખાસ કરીને અમાવસ્યા હોય અને વિશેષ યોગ સર્જાતો હોય ત્યારે ગ્રહોની પૂજાનું પણ એક અનેરૂ મહત્વ હોય છે. અને જેમાં નદીનું સંગમ સ્થાન અને નદી કિનારે શિવાલયનો એક વિશેષ મહિમા હોય છે.

 

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)