ડભોઇ નગરપાલિકાના મેલેરિયા શાખાના કર્મચારીની વય મર્યાદા પૂરી થતાં વિદાય સમારંભ યોજાયો.

વડોદરા

ડભોઇ નગરપાલિકા મેલેરીયા શાખાના કર્મચારી પરસોત્તમ આર પટેલ ની વય મર્યાદા પૂર્ણ થતા નગરપાલિકાના પદાધિકારીઓ અને મેલેરિયા શાખાના કર્મચારીઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ નું આયોજન કરાયું હતું

ડભોઇ નગરપાલિકા મેલેરિયા શાખામાં 39 વર્ષથી ફિલ્ડવર્ક તરીકેની ફરજ બજાવતા કર્મશીલ મહેનતુ અને નગરના લાગણીશીલ એવા પરસોત્તમદાસ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી હતી જ્યારે કોરોના કાળ ના કપરા સમય દરમિયાન પણ પોતાની જાનની ચિંતા ન કરી પોતાની ફરજ નિભાવી હતી. સાથે જ્યારે પણ કુદરતી નાની-મોટી આફતો જેવી કે તાવ મેલેરીયા ડેન્ગ્યુ હાથીપગો જેવી ગંભીર બીમારીઓનો વાવર ફેલાતા ત્યારે પણ આવા કપરા સમયે તડકો છાંયડો વરસાદ પાણી જોયા વગર મેલેરિયા શાખા સહિત પરસોત્તમદાસે પણ ખડે પગે રહી દરેક પડકારનો સામનો કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે જ્યારે આવા શાહસિક કર્મચારી ફરજમુક્ત થતા મેલેરિયા શાખાને એક મોટી ખોટ સાલશે જ્યારે આ પ્રસંગે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી પ્રમુખ બિરેન શાહ મહેશ . એચ . વસાવા મેલેરિયા શાખાના ઇન્ચાર્જ રાજેશ કટારીયા તેમજ અન્ય નગરપાલિકા અને મેલેરિયા શાખાના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહી રિટાયરમેન્ટ પરસોત્તમદાસનું ફૂલહાર કરી સન્માન કરાયું હતું સાથે તેઓને મોમેન્ટો ભેટ આપી વિદાય આપતા પ્રસંગે તમામ કર્મચારીની આંખો ભીંજાઈ હતી.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)