ડભોઇ નગરપાલિકાની બેદરકારીનો ભોગ બનેલા 3 બાઈકસવાર, ખોદાયેલા ખાડામાં પડી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

વડોદરા રૂરલ – ડભોઇ:
ડભોઇ નગરપાલિકાની ગોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. નગરપાલિકા દ્વારા કરણેટ રોડ પર ખોદવામાં આવેલ ખાડો અકસ્માતનું કારણ બનતાં ત્રણ બાઈકસવાર ખાબક્યા હતા. આ ઘટનામાં તમામને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાલિકા દ્વારા રોડની વચ્ચે કોઈ પણ ચેતવણી, બેરિકેડિંગ કે લાઇટ વિના ખાડો ખોદવામાં આવ્યો હતો. મોડી રાત્રે બાઈક પર જતાં ત્રણ યુવાનો એ ખાડામાં સીધા ખાબક્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેયને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓને ઇલાજ માટે દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોએ પણ પાલિકાની બેદરકારી પર આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે અવારનવાર આવાં બનાવો બનતાં હોવા છતાં પાલિકા ચેતતી નથી. સમસ્યા માત્ર ખાડાની નથી, પણ જાહેર સુરક્ષા પ્રત્યેની ઔપચારિકતા અને જવાબદારીના અભાવની છે.

અત્યારસુધી પાલિકા તરફથી કોઇ જવાબ મળી નથી, અને ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ સત્તાવાળાઓ મૌન છે.

રિપોર્ટર: વિવેક જોષી, ડભોઇ