ડભોઇ નગરપાલિકા દ્વારા સફાઈકર્મીઓ માટે જાગૃતિ વર્કશોપનું આયોજન.


આજરોજ ડભોઇ નગરપાલિકા અને ભારત સરકારના મિનિસ્ટરી ઓફ સોસીયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટના સંયુક્ત ઉપક્રમે એક વર્કશોપ યોજાયો. અહીં મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ -2013 અંગે માહિતગાર કરવામાં આવ્યું તેમજ સફાઈ દરમિયાન લેવામાં આવેલી તકેદારીઓ વિશે માર્ગદર્શન અપાયું.

સરકારની વિવિધ યોજનાઓ અને લોન સુવિધા વિષે પણ સમજણ આપવામાં આવી. ચીફ ઓફિસર શ્રી જયકીશન તડવીના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં સફાઈકર્મીઓ, ઇન્સ્પેક્ટરો અને સુપરવાઈઝરો ઉપસ્થિત રહ્યા.

અહેવાલ – વિવેક જોષી ડભોઇ