ડભોઇ પશુ દવાખાના પાસે કાંસોની સફાઈ નહીં થતાં દુર્ગંધ અને મચ્છરોથી પરેશાનીઓ

સ્થાનિકોએ નગરપાલિકાની તાત્કાલિક કાર્યવાહી માટે માંગ ઉઠાવી

ડભોઇ, તા. ૨૮ મે:
ડભોઇ શહેરના પશુ દવાખાના પાસે આવેલા મુખ્ય રસ્તા પર આવેલા વરસાદી કાંસાની પ્રિ-મોન્સૂન સફાઈ ડભોઇ નગરપાલિકા દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી. જેના પરિણામે કાંસાની અંદર કચરો, ગંદકી અને મચ્છરો ઉત્પન્ન થઇ રહયા છે. આસપાસના રહેવાસીઓને ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.

આ રસ્તો એસટી ડેપો, કોલેજ, તેમજ વિવિધ સોસાયટીઓ તરફ જવાનો મુખ્ય માર્ગ છે. વરસાદ પૂર્વે પણ કાંસામાં ગંદું પાણી ભરાઈ જતું હોય અને રોડ સુધી દુર્ગંધ ફેલાય છે. લોકોએ જણાવ્યુ છે કે નગરપાલિકા દ્વારા અન્ય વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી છે, પણ પશુ દવાખાના નજીકના વિસ્તારમાં વંચિત રહેવાનો અનુભવ થાય છે.

સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ નગરપાલિકાને અપીલ કરી છે કે તાત્કાલિક પગલા લઈને કાંસાની સફાઈ કરાવી જાય અને કચરો દૂર કરી આસપાસની પરિસ્થિતિ સુધારવામાં આવે.પેસેન્જરો અને આસપાસ રહેતા નાગરિકોની તકલીફો વધી શકે છે.

અહેવાલ : વિવેક જોષી, ડભોઇ