ડભોઇ શહેર અને તાલુકામાં કમોસમી વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે ભારે નુકસાન

ડભોઇ:
આજકાલ ડભોઇ શહેર અને તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો થયો છે. વિજળીના કડાકા, ગાજવીજ, ધૂળની ડમરીઓ, અને કમોસમી વરસાદ સાથે વાવાઝોડાના કારણે શહેર અને તાલુકાના ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.

ઓરડી ગામમાં 7 થી 8 મકાનોના પતરા ઊડી ગયા, જેના પરિણામે મોટું નુકસાન થયુ હતું. અચાનક વાતાવરણના પલટાને કારણે વિજળીના કડાકા સાથે ધૂળ અને વિજળીના ભડાકા વચ્ચે વાહન ચાલકો માટે મુશ્કેલી આવી છે. લગ્ન પ્રસંગમાં, અનેક સ્થળોએ ઊડી ગયેલા પતરા અને અન્ય સામગ્રીથી નુકસાન થયું છે.

ડભોઇ શહેર અને તાલુકામાં વીજળીના કડાકા, પવનની ગતિ, અને વિજળીના લાઈટ બોર્ડ ના જમીન પર પડવાથી વધુ નુકસાન જોવા મળ્યું.

હવામાન વિભાગની આગાહી મુજબ, બપોર બાદ, આ વાતાવરણની પલટો એવી રીતે આવ્યું છે. કાળા વાદળો અને આસમાનમાં વીજળીના કડાકા વચ્ચે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને ડભોઇ તાલુકામાં, કેળાના પાક અને લખણી પામેલા પાક પર ભારે નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતોમાં આ વાતો ચર્ચાઈ રહી છે, અને કેળાના પાક અને તુંવેરના પાકમાં પણ નુકસાન થવાની ચિંતાઓ સર્જાઈ છે.

ખેડૂતોની ચિંતાઓ:

ખેડૂતોમાં ચિંતાનો વિષય છે કે કેળાના પાક, તુવેર, અને લથણીના પાક પર મોટા પ્રમાણમાં નુકસાન થવા જઈ શકે છે. અચાનક વરસાદ અને વાવાઝોડાના પગલે આ પાકમાં નુકસાન થયો છે, જેના માટે ખેડૂતો હવે હવામાનના અનુકૂળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

રિપોર્ટ :વિવેક જોષી, ડભોઇ