ડભોઈમાં ST ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર ,વોકેશનલ તાલીમ માર્ગદર્શન સેમીનાર યોજાયો

વડોદરા (ડભોઈ)
સમસ્ત આદિવાસી સમાજ ,ડભોઈ અને મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર )કચેરી, તરસાલી વડોદરા, જિલ્લા રોજગાર કચેરી રાજપીપળા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુકત ઉપક્રમે અલ્પેશભાઈ ચૌહાણ રોજગાર અધિકારી ની ઉપસ્થિતિમાં તા.06/06/2024 ના રોજ સત્તર ગામ લેઉયા પાટીદાર સમાજની વાડી, યમુના નગર સોસાયટી, ડભોઇ ખાતે અનુસુચિત જનજાતિ (એસટી) મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામા આવ્યો હતો.

 

જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ , આઇટીઆઇ, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮ વર્ષ થી ૩૫ વર્ષના ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. રોજગાર ભરતી મેળામાં વડોદરા અને આસપાસના જિલ્લાઓની નામી કંપની હાજરીમાં કેમ્પ યોજાયો હતો સાથે સ્વરોજગાર,વોકેશનલ સ્કીલ તાલીમ માટે માર્ગદર્શન આપવામા આવ્યું હતું તેમજ જે ઉમેદવારો લશ્કર કે અગ્નીવીર તરીકે કારકિર્દી બનાવવા માંગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ખાતે ફ્રી નિવાસી તાલીમ માટે સ્ક્રુટીની (ચકાસણી)કેમ્પ યોજવામા આવશે આથી રોજગાર ઈચ્છુક અને ફ્રી નિવાસી તાલીમ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ, આધારકાર્ડ,પાસપોર્ટ સાઈઝ ફોટા,જાતીનો દાખલો,એલસી ,તેમજ ૫ બાયોડેટા સાથે હાજર રહેલા તેમજ ભરતી મેલા સ્થળ સુધિ મફત મુસાફરી માટે એસ ટી કુપન રોજગાર કચેરી ,વડોદરા દ્વારા આપવામાં આવી હતી આશરે 500 ઉપરાંત બેરોજગાર યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્ષ પટેલ:- (વડોદરા)