ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ પબ્લીક સ્કુલમાં ભુલકાઓ ધ્વારા નોબલ સ્માર્ટ માર્કેટ નુ આયોજન કરાયું.

વડોદરા

ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ પબ્લીક સ્કુલ ખાતે બાલભવન, જુનીયર કે.જી.અને સિનીયર કે.જી. મા અભ્યાસ કરતા ભુલકાઓ ધ્વારા શાળા ના પ્રાંગણ મા જ જુદાજુદા સ્ટોલ લગાવી નોબલ સ્માર્ટ માર્કેટ નુ આયોજન કરી લીલા શાકભાજી નો વેપાર માંડયો હતો.

શાળા ના સંચાલક એ.એ.માધવાણી ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સ્માર્ટ માર્કેટનો ધ્યેયબાળકો મા રહેલ આંતરીક શક્તિઓ ને બહાર લાવવા, વેપાર વાણિજ્ય ની સમજ કેળવવા તેમજ ઓનલાઈન થતા પેમેન્ટ વિશે ની માહીતી પુરી પાડવાનો હતો. ડભોઈ ના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ પબ્લીક સ્કુલ ખાતે શાળા સંચાલક એ.એ. માધવાણી ના માર્ગદર્શન હેઠળ શાળા મા બાલભવન, જુનીયર કે.જી. અને સિનિયર કે.જી.મા અભ્યાસ કરતા ભુલકાઓ ને અભ્યાસ ની સાથે વ્યવહાર, ભણતર ની સાથે ગણતર, શિક્ષણ ની સાથે સંસ્કાર ની કેળવણી ના ઉમદા ધ્યેય સાથે નોબલ સ્માર્ટમાર્કેટનુ આયોજન કરાયુ હતુ. જેમા અભ્યાસુ ભુલકાઓ ધ્વારાજુદાજુદા સ્ટોલ લગાવી તોપરીઓમા રીંગણ, બટાટા, ડુંગળી, કોબી, ફુલેવાર, દુધી, ગલકા, કારેલા, મેથી અને પાલક ની ભાજી, લીલા મરચા સહીત લીલા શાકભાજી નો નોબલ સ્માર્ટ બજાર નામે વેપાર માંડયો હતો.

જેમા શાળા સંચાલક એ.એ. માધવાણી એ શિક્ષકો સાથે જાતે ભુલકાઓ એ માંડેલ નોબલ માર્કેટ માથી ખરીદી કરી ઓનલાઇન પેમેન્ટ કર્યું હતુ. જેથી વેપાર કરતા ભુલકાઓ મા અપાર આનંદ ની લાગણી વ્યાપી જવા સાથે વિશ્વાસ નુ સિંચણ થયુ હતુ.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)