ડાયમંડ વર્કર યુનિયનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર: હીરા ઉદ્યોગના બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણ પેકેટમાં સુધારો કરવા માંગ

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક મહત્વપૂર્ણ પત્ર લખવામાં આવ્યો છે, જેમાં હીરા ઉદ્યોગમાં બેરોજગાર રહેલા રત્ન કલાકારોના બાળકો માટે સરકાર દ્વારા જાહેર કરેલ શિક્ષણ પેકેટમાં ફેરફાર અને સુધારો કરવાની માંગ રજૂ કરવામાં આવી છે.

યુનિયનના પત્રમાં જણાવાયું છે કે હાલના પેકેટ હેઠળ 13,500 રૂપિયા માત્ર આપવામાં આવે છે, જયારે તમામ શિક્ષણ ખર્ચ સંપૂર્ણ સરકાર દ્વારા ભરે તેવી માંગ પત્રમાં કરવામાં આવી છે.

પત્રમાં હીરા ઉદ્યોગમાં મજૂર કાયદા ઉલ્લંઘન થવાની ચર્ચા પણ ઉઠાવવામાં આવી છે અને રત્ન કલાકારોની સ્થિતિને ધ્યાનમાં લઈને સરકારને તેઓના સન્માન અને મદદ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

યુનિયને રત્ન કલાકારોનો સર્વેક્ષણ કરવાનું અને તેમને તાત્કાલિક સહાય આપવાનું પણ પત્રમાં સૂચન કર્યું છે.

સાથે જ રત્ન કલાકાર તરીકે કાયદાકીય રીતે માન્ય પુરાવા એકત્રિત કરવું મુશ્કેલ હોવાને કારણે શિક્ષણ યોજનામાં પુરાવા પ્રદાન કરવા માટે છૂટછાટની પણ માંગ કરી છે, કારણ કે સરકાર દ્વારા હજુ સુધી રત્ન કલાકારોની કોઇ નોંધણી કરવામાં આવી નથી.

આથી, યુનિયને મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે આ તમામ મુદ્દાઓ પર ઝડપી નિર્ણય લઈને રત્ન કલાકારોના હિતમાં સંશોધન કરવામાં આવે.