ડિંડોલી વિસ્તારની બંધ દુકાનમાં આગ લાગી.

સુરત

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ ડિંડોલી કરાડવા રોડ પર બંધ દુકાનો નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યાં દુકાન માં વેલ્ડિંગનું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડર માંથી લીકેજથી દુકાનમાં ગેસ પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે અને ત્યાં વેલ્ડીંગ નું કામ ચાલતું જ હતું ત્યાં વેલ્ડીંગ દરમ્યાન તણખાના ના કારણે આગ લાગી હતી. જ્યાં 3 બંધ દુકાનના શટર ઉડ્યા હતા

જ્યાં ગેસ લાઈનની ચેમ્બરમાં વેલ્ડીંગના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી વેલ્ડીંગની કામગીરી કરતો કારીગર તારીક અતિકને ઝાળ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત )