સુરત :
સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડીરાત્રે 22 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ નામની યુવકની નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી.મહાદેવ નગર નજીક રહેતા કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો હતો.તેની પાછળ કારણ મોબાઈલ પર ફોન પર વાત કરતો ત્યારે મરણ જનાર ગાળો બોલતો તે બોલવાની ના પડતા બને વચ્ચે ઝગડો થયો હતો. બને વચ્ચે પાછો ઝગડો થયો અંશ ને ચપ્પુના ઘા વાગતા ગંભીર ઇજા થાયતા સારવાર માટે હોસ્ટિપલ લઇ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન કરુણ મોત થયું . એક મહિના પહેલા જ અંશ બારડોલીથી સુરત આવ્યો હતો. બારડોલીમાં તે નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ પણ હતો. જ્યારે કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો ત્યારે બૂમાબૂમ થતા સ્થાનિકો તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે અંશ હત્યા કરનાર રાકેશ અને પિયુ નામ યુવક ની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે
ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે સમગ્ર મામલે હુમલો કરનારા શખસો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ડીંડોલી વિસ્તારમાં મહાદેવ નગરમાં હત્યાનો બનાવ બન્યો છે. આ બનાવવામાં અંશ નામના વ્યક્તિની હત્યા થઈ છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં અંશ કેટલા સમય સુધી એડમિટ હતો. ત્યાં આવનજાવન કરતો હતો કે ત્યાં જ એડમીટ હતો. અંશ સાથે જોડાયેલા કેટલા લોકો છે તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત સીસીટીવી કેમેરા સહિત અન્ય જાણકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે પોલીસ એ હત્યા માં બેંને આરોપી રાકેશ અને પિયુ અટકાયત કરી છે બને હત્યારા માર્કેટ છૂટક મજૂરી કરે છે આ ઘટના અંશે નજીવી બાબતે પોતાનો જીવ ગુમાવ્યો હતો તેની પાછળ મારનાર યુવક પોતાની માં સાથે ફોને પર વાત કરતો હતો તે દરમિયાન અંશ પાછળ ઉભો હતો ને ગાળો બોલતો હતો તે બાબતે મારનાર ગાળો નહિ બોલવાનું જણાવ્યું હતું તે બાબતે બને વચ્ચે ઝગડો થયો હતો પછી ચૂત પડી ગયા અને પાછા બને એક બીજા મિત્ર સાથે નજીક મળ્યા હતા પાછો ઝગડો થયો તેમાં રાકેશ અને પિયે ચપ્પુ થી હુમલો કરતા તેનું મોત થયું આ બનાવ સંદર્ભ ઝોન 2 ડી સી પી ભગીરથ ગઢવી બપોરે વધુ માહિતી આપશે
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)