પરણીતા પાસે દહેજની માંગણી કરી શારિરીક તેમજ માનસિક ત્રાસ આપી લઈ ન જતા પરિણીતાએ દોઢ વર્ષ બાદ પતિ સહિત સાસરી પક્ષના લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પીડિત પરણીતા શિલાબેન શ્યામલાલ પંડયા થરાદ શિવનગર સોસાયટી વાળાના આજથી આશરે દશેક વર્ષ અગાઉ ડીસા તેરમીનાળા માજીસા મંદિરની પાસે રહેતા બાબુલાલના દિકરા હિંમત સાથે સમાજના રિતરિવાજ મુજબ તેમના લગ્ન થયા હતા અને પતિ તથા સાસુ, દિયર બધા સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા પરણીતાને લગ્ન જીવન દરમ્યાન સંતાનમાં એક દિકરો તથા બે દિકરીઓ થયેલ છે શરૂઆતમા આઠેક વર્ષ સુધી પતિ હિમતભાઈ મારા સાસુ સુખીબેન તથા દિયર પ્રકાશભાઈ સારી રીતે રાખતા હતા પરંતુ છે. છેલ્લા દોઢેક વર્ષથી પતિ તથા સાસુ-દિયર દહેજ માંગી ત્રાસ આપી રહ્યા છે. કહે છે કે તું તારા બાપના ઘરેથી દહેજમાં કાંઇ લાવેલ નથી તે તુ તારા બાપાના ઘરેથી એક લાખ રૂપિયા લઈને આવ ત્યારે પીડિત પરણીતાએ કહ્યું કે મારા માતા-પિતા મજુરીકામ કરી તેમનું ગુજરાન ચલાવતા હોઈ અમે થોડા સમય પછી પૈસાની સગવડ કરી આપીશું તેમ કહેતા પતિ તથા સાસુ માન્યા નહી અને પતિ હિમતભાઇ એકદમ ગુસ્સે થઇ કરવા લાગેલ સાથે સાસુ સુખીબેન તથા દિયર પ્રકાશભાઈ અને કાકા સસરા મણીલાલ જેઠાલાલ પંડ્યા સાથે મારી દેરાણી વર્ષાબેન મહેશભાઈ પંડ્યા તથા નણંદ ગાયત્રીબેન પિયરીયા વિરૂધ્ધમા અવારનવાર ચડામણી કરી પતિને ઉશ્કેરતા મા-બેન સામી ભુંડી ગાળો બોલતા તથા શારીરીક તથા માનસિક ખુબ ત્રાસ આપવા આપતા હતા પરંતુ ભાઈ પિન્ટુભાઇનો ઘર સંસાર ન બગડે તે સારૂ હું બધુ મુંગા મોઢે સહન કરી સંસાર ચલાવતા હતા પરંતુ ત્રાસ વધતા છેલ્લા દોઢેક વર્ષ અગાઉ પીડિત પરણીતા પિયર થરાદ શીવનગર ખાતે બાળકો સાથે આવી ગઈ છે જે બાદ પતિ કે સાસરી પક્ષમાંથી કોઈ તેડવા ન આવતા અને સમાધાન માટે પણ તૈયાર ન થતા આખરે પરણીતાએ
પતિ હિંમતભાઇ બાબુલાલ પંડ્યા,સુખીબેન બાબુલાલ પંડ્યા, પ્રકાશભાઈ બાબુલાલ પંડ્યા,મણીલાલ જેઠાભાઇ પંડ્યા, વર્ષાબેન મહેશભાઇ બાબુલાલ પંડ્યા, ગાયત્રીબેન પીન્ટુભાઇ શ્યામલાલ પંડ્યાસામે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
અહેવાલ :- ગૂજરાત બ્યુરો